ગુરુવારે દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદા અને ખેડૂતોના આંદોલન અંગે ચર્ચા કરવા માટે એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાની નકલ ફાડી નાંખી હતી. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન આ કાયદાઓ પસાર કરવાની શું જરૂર હતી. તેમણે કહ્યું, ‘રાજ્યસભામાં મતદાન કર્યા વિના આવું પહેલીવાર થયું છે ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા હોય. હું આ કાયદાઓની નકલ ફાડુ છું અને હું કેન્દ્રને અપીલ કરું છું કે અંગ્રેજ કરતા ખરાબ ન બને.’
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો પોલીસનો વીડિયો થયો વાયરલ