અમદાવાદના કોન્સ્ટેબલે માસ્કના નામે રોકીને એક સોસાયટીમાં યુવકને લાકડી વડે માર મારતો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદ શહેરમાં માસ્કના દંડને લઈ હવે પોલીસને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. માસ્કના દંડને લઈ પોલીસકર્મીઓ લોકો પર રોફ જમાવી મારામારી પર ઊતરી આવે છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ નારોલ વિસ્તારમાં પોતાની જ સોસાયટીમાં ફરતી એક વ્યક્તિને માસ્કના નામે રોકી તેની સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી કરી પોલીસનો રોફ જમાવી લાકડી વડે ઢોર માર મારનાર પોલીસકર્મી ભરત ભરવાડ હોવાનું જણાયું છે. હાજર સિક્યોરિટી ગાર્ડ અને વ્યક્તિએ વચ્ચે પડી છોડાવ્યો હતો. પોલીસકર્મીની દાદાગીરીની માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ મામલે ઝોન 5 ડીસીપીએ એસીપીને તપાસ સોંપી છે.
આ પણ વાંચો: ટેલિવિઝનની નાગિન છવાઈ સોશિયલ મીડિયા પર, શાનદાર સાડી લૂકમાં વાયરલ થયા Photos