કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના સ્વાસ્થય મુદ્દે ચાલી રહેલી ખબરો અંગે PIBના મહાનિર્દેશકે સમગ્ર વાતનો કર્યો ખુલાસો
કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયતને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાનો અંત આવી ગયો છે. સરકારી પ્રવક્તાએ તમામ ખબરને નકારી દીધી છે. PIBના મુખ્ય મહાનિર્દેશક અને સરકારના પ્રવક્તા સિતાંશુ કારે એક ટવીટ કર્યું છે. અને તમામ માહિતીને આધારહિન ગણાવી હતી. સાથે કહ્યું કે મીડિયામાં જે સમાચાર ચાલી રહી છે તે નિરાધાર છે. પરિણામ બાદ […]
કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયતને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાનો અંત આવી ગયો છે. સરકારી પ્રવક્તાએ તમામ ખબરને નકારી દીધી છે. PIBના મુખ્ય મહાનિર્દેશક અને સરકારના પ્રવક્તા સિતાંશુ કારે એક ટવીટ કર્યું છે. અને તમામ માહિતીને આધારહિન ગણાવી હતી. સાથે કહ્યું કે મીડિયામાં જે સમાચાર ચાલી રહી છે તે નિરાધાર છે. પરિણામ બાદ ભાજપના કાર્યકરો દિલ્હીમાં ઉજવણી કરી રહ્યા હતા ત્યારે અરૂણ જેટલી AIMSમાંથી ડિસ્ચાર્જ થયા હતા. તો નવી સરકારમાં રજૂ થનારા બજેટને લઈને પોતાના ઘરે અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી.
Reports in a section of media regarding Union Minister Shri Arun Jaitley's health condition are false and baseless. Media is advised to stay clear of rumour mongering.
— Sitanshu Kar (@DG_PIB) May 26, 2019
તો બીજી તરફ એક સમાચાર એવા પણ ચાલી રહ્યા છે કે અરૂણ જેટલી ફરી નાણાં વિભાગ સંભાળશે નહીં. તો છેલ્લા 3 સપ્તાહથી તેઓ ઓફિસે પણ આવ્યા નથી. ખરાબ આરોગ્યના કારણે તેઓ બજેટ પણ રજૂ કરી નહોતા શક્યા, તેમના બદલે પિયૂષ ગોયલે આ જવાબદારી નિભાવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નાણાં પ્રધાન તરીકે અરૂણ જેટલીની GSTને લાગુ કરવામાં મોટી ભૂમિકા હતી. તો ઈન્સ્ટન્ટ તલાક પર પ્રતિબંધ લાવવા માટેના બિલની પાછળ પણ તે સહયોગી હતા. અનેક વર્ષો સુધી જેટલીએ ભાજપના પ્રવક્તાની પણ જવાબદારી નિભાવી છે. 47 વર્ષની ઉંમરે અરૂણ જેટલીને ગુજરાતમાંથી રાજ્યસભા મોકલવામાં આવ્યા હતા. તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા. વાજપેયીની સરકારમાં પણ અરૂણ જેટલી પ્રધાન રહી ચૂક્યા છે. અને તે બાદ 2014માં ભારે બહુમતી સાથે ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી ત્યારે જેટલીને નાણાં વિભાગ સોંપવામાં આવ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]