પાકિસ્તાને ડ્રોનથી કાશ્મીરમાં નાખેલા હથિયાર-દારુગોળાનો જથ્થો ઝડપાયો

આરોપીને સાથે રાખીને, પાકિસ્તાને ડ્રોનથી નાખેલા શસ્ત્રો અને દારુગોળો શોધવામાં આવી રહ્યો હતો. ત્યારે આરોપીએ પોલીસ પાસેથી બંદુક છીનવીને ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં આરોપી ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યા તે મૃત્યુ પામ્યો હતો.

પાકિસ્તાને ડ્રોનથી કાશ્મીરમાં નાખેલા હથિયાર-દારુગોળાનો જથ્થો ઝડપાયો
Drone-dropped weapons and ammunition
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 18, 2022 | 7:19 AM

જમ્મુ કાશ્મીર પોલીસે (Jammu and Kashmir Police) એલઓસી આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ટોફ ગામમાં પાકિસ્તાને (Pakistan) ડ્રોન દ્વારા નાખવામાં આવેલા હથિયારો અને દારૂગોળાનો (arms and ammunition) જથ્થો જપ્ત કર્યો છે. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ડ્રોન દ્વારા નાખવામાં આવેલા હથિયારો અને દારૂગોળાના સંબંધમાં 24 ફેબ્રુઆરી, 2022ના રોજ અરનિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અને આ કેસ સંદર્ભે આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલા એક આરોપીને પકડવામાં આવ્યો હતો. પકડાયેલા આ આરોપીએ ખુલાસો કર્યો હતો કે એક પાકિસ્તાનના કેદી અને આતંકી હેન્ડલર, મોહમ્મદ અલી હુસૈન ઉર્ફે કાસિમ, ડ્રોન દ્વારા શસ્ત્રો નાખવામાં મહત્વનો ભાગ ભજવે છે અને તે લશ્કર-એ-તૈયબા (LeT) અને અલ બદરનો મુખ્ય ઓપરેટર છે.

પોલીસ પૂછપરછમાં થયો ખુલાસો

કાશ્મીર પોલીસના હાથે પકડાયેલા આરોપીને જેલમાંથી કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. પોલીસે હાથ સતત પૂછપરછ દરમિયાન, આરોપીએ અરનિયા ક્ષેત્રમાં હથિયાર નાખવાના કેસમાં તેની ભૂમિકાની કબૂલાત કરી હતી અને ડ્રોન દ્વારા નાખવામાં આવેલા શસ્ત્રો અને દારૂગોળો ક્યાં છુપાવવામાં આવ્યા હતા તે બે સ્થળોનો પણ ખુલાસો કર્યો હતો. સંબંધિત મેજિસ્ટ્રેટ સાથે પોલીસની ટીમ હથિયાર રિકવર કરવા માટે ઘટનાસ્થળે ગઈ હતી.

આતંકવાદીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) મુકેશ સિંહે જણાવ્યું હતું કે, “પ્રથમ સ્થાને કોઈ શસ્ત્રો કે દારુગોળો મળી આવ્યો નહોતો, આમ છતાં, આરોપીએ બતાવેલા સ્થળે તપાસ કરતા ફાલિયાન મંડલ વિસ્તારના ટોફ ગામમાં (આંતરરાષ્ટ્રીય સરહદની નજીક) બીજા સ્થાને શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોનું પેકેટ મળ્યું હતું. જ્યારે પેકેટ ખોલવામાં આવી રહ્યું હતું, ત્યારે આરોપીએ પોલીસ અધિકારી પર હુમલો કર્યો અને તેની સર્વિસ રાઈફલ છીનવી લઈને તેણે પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો.

હથિયારો મળ્યા

“જવાબમાં પોલીસે કરેલા ગોળીબારમાં, આરોપી ઘાયલ થયો અને ઘાયલ પોલીસ અધિકારી સાથે તેને સારવારઅર્થે સરકારી મેડિકલ કોલેજ જમ્મુ લઈ જવામાં આવ્યો,” અધિકારીએ કહ્યું. ઈજાગ્રસ્ત આતંકવાદીએ બાદમાં પોતાની ઈજાઓથી દમ તોડી દીધો હતો. આ પછી પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી નીચે પડેલા પેકેટની તપાસ કરી. પેકેટમાંથી એક એકે રાઈફલ, મેગેઝિન, 40 એકે રાઉન્ડ, એક પિસ્તોલ, પિસ્તોલ રાઉન્ડ અને ચાઈનીઝ નાના ગ્રેનેડ મળી આવ્યા હતા. મામલાની તપાસ ચાલી રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati