Amarnath Yatra માટે ઓનલાઈન કરી શકાય છે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા

અમરનાથ યાત્રા(Amarnath Yatra)માં 13 વર્ષથી ઓછી ઉંમરના અથવા 75 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નોંધણીની મંજૂરી નથી. જ્યારે સગર્ભા સ્ત્રીઓમાં, 6 અઠવાડિયાની ગર્ભવતી મહિલાઓ પણ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી શકતી નથી.

Amarnath Yatra માટે ઓનલાઈન કરી શકાય છે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા
Amarnath Yatra માટે ઓનલાઈન કરી શકાય છે અરજી
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 3:24 PM

દર વર્ષે હજારો યાત્રાળુઓ અમરનાથ યાત્રા(Amarnath Yatra) માટે જાય છે. આ વર્ષે પણ યોજાનારી અમરનાથ યાત્રા 2021 ની નોંધણી(Registration)  1 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. જેમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક અને યસ બેન્ક સિવાય દેશભરની અન્ય 446 શાખાઓમાં નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.

આ વર્ષે 56-દિવસીય અમરનાથ યાત્રા(Amarnath Yatra) 28 જૂન, 2021 થી પહેલગામ અને બાલતાલ રૂટથી શરૂ થશે અને રક્ષાબંધનના દિવસે 22 ઓગસ્ટ, 2021 સુધી ચાલુ રહેશે.

અમરનાથ યાત્રા(Amarnath Yatra)માં 13 વર્ષથી ઓછી ઉંમરના અથવા 75 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નોંધણીની મંજૂરી નથી. જ્યારે સગર્ભા સ્ત્રીઓમાં, 6 અઠવાડિયાની ગર્ભવતી મહિલાઓ પણ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી શકતી નથી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ ઉપરાંત આ યાત્રા પરમિટ માત્ર એક યાત્રાળુની નોંધણી(Registration)  માટે માન્ય છે. ગયા વર્ષે એટલે કે 2020 માં અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી. આ સિવાય 2019 માં જમ્મુ-કાશ્મીરમાં કલમ 37૦ હટાવી દેવામાં આવી હતી ત્યારબાદ સુરક્ષા કારણોને લીધે આ યાત્રા મધ્યમાં અટકાવી દેવામાં આવી હતી.

જેના કારણે અનેક ભક્તો અમરનાથના દર્શન કરી શક્યા ન હતા. જો કે આ વર્ષે અમરનાથ યાત્રા માટે પરવાનગી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે તમે આની માટે ઓનલાઇન નોંધણી(Registration)  કેવી રીતે કરી શકો છો.

આ દસ્તાવેજો જરૂરી 

Amatnath Yatra Registration 01

1 સૂચવેલ અરજી ફોર્મ યોગ્ય રીતે ભરો. 2 અમરનાત્રા યાત્રા માટે 15 માર્ચ 2021 ના રોજ અથવા પછીનું અધિકૃત ડોક્ટર / તબીબી સંસ્થા દ્વારા આપવામાં આવેલ આરોગ્ય પ્રમાણપત્ર ફરજિયાત છે. 3. આ સિવાય પાસપોર્ટ સાઇઝના ચાર  ફોટોગ્રાફ્સ (એક એપ્લિકેશન ફોર્મ માટે અને બાકીના ત્રણ ટ્રાવેલ પરમિટ માટે)

ઓનલાઇન નોંધણી કેવી રીતે કરવી

Amatnath Yatra Registration 02

1. ઓનલાઇન નોંધણી માટે, સૌ પ્રથમ શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ http://www.shriamarnathjishrine.comની મુલાકાત લો. 2 યાત્રાળુઓએ મુસાફરી પરમિશન મેળવવા માટે આવેદનપત્ર અને ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. 3 તેની બાદ નોંધણી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. 4. તેની બાદ આવેલા ઓટીપીનો ઉપયોગ કરીને મોબાઇલ નંબર ચકાસો. 5. એપ્લિકેશન પ્રક્રિયા પછી મોબાઇલ નંબર પર વેરિફિકેશન મેસેજ મોકલવામાં આવશે. 6. દસ્તાવેજો અને મોબાઈલ નંબરની ચકાસણી કરો 7 તેની બાદ અરજી ફી ઓનલાઇન ભરો. 8 આ રીતે તમે અમરનાથ યાત્રા 2021 માટે પોતાને નોંધણી કરાવી શકશો. 9. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરવાનગી(પરમિશન) ડાઉનલોડ કરો.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ અમરનાથ યાત્રા માટે નોંધણી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, અરજી ફોર્મ અને સંપૂર્ણ સરનામાંવાળા બેંક ખાતાઓની રાજ્ય મુજબની સૂચિ બોર્ડની વેબસાઇટ http://www.shriamarnathjishrine.com પર અપલોડ કરવામાં આવી છે.

અમરનાથ યાત્રા માટેની નોંધણી 22 એપ્રિલથી અસ્થાયી ધોરણે સ્થગિત કરાઇ 

હાલ કોરોના કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડે આ વર્ષની શ્રી અમરનાથજી યાત્રા માટેની નોંધણી 22 એપ્રિલથી અસ્થાયી ધોરણે સ્થગિત કરવાનું નક્કી કર્યું હતું. આ યાત્રા માટે નોંધણી 1 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં યાત્રા 28 જુનથી 22 ઓગસ્ટ સુધી યોજવવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હજુ આ નોંધણી ફરી શરૂ કરવામાં આવી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">