કોંગ્રેસ પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ, અનુરાગ ઠાકુરે અગ્નિપથ યોજના પર રાહુલને આપ્યો જવાબ
કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરકાર એક સારું કદમ ઉઠાવી અગ્નિવીર યોજના લાવી છે. અગ્નિવીરને 100% રોજગારની ખાતરી છે.ભાજપના નેતાએ જણાવ્યું કે,એક અગ્નિવીર પોતાની સેવા પુરી કર્યા બાદ રોજગાર મેળવી શકે છે. સાથે સાથે તેમણે કહ્યું કે, અગ્નિવીરને આરક્ષણ પણ મળશે.
લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી માટે તનતોડ મહેનત કરી છે. પાર્ટી દાવો કરી રહી છે કે, સતત ત્રીજી વખત સત્તા મેળવશે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના દિગ્ગજ નેતા અનુરાગ ઠાકુરે ઈન્ડિયા ગઠબંધન પર પ્રહારો કર્યા છે. સાથે તેમણે કોંગ્રસ નેતા રાહુલ ગાંધી દ્વારા અગ્નિપથ યોજનાને લઈને આપવામાં આવેલા નિવેદન પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન કહ્યું હતુ કે, જો તેની સત્તા આવી તો અગ્નિપથ યોજન બંધ કરી દેશે.
ભાજપ નેતાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ભાજપ નેતાએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કોંગ્રેસએ પાર્ટી છે જે રક્ષા માટે દલાલી ખાય છે. જીપ કૌંભાડથી લઈ બોફોર્સ કૌંભાડ, અગસ્તા વેસ્ટલેન્ડ કૌંભાડ, સબમરીન કૌંભાડ અને ન જાણે કોંગ્રેસે કેટલા કૌંભાડ કર્યા છે. કોંગ્રેસ પાસેથી શું આશા રાખી શકાય. જેમણે 10 વર્ષમાં બુલેટપ્રુફ જેકેટ, ફાઈટર એરક્રાફ્ટ ખરીદીને આપ્યા નથી. જેમણે અંતમાં કહ્યું ફરી તપાસ કરવામાં આવે, આ 10 વર્ષ સુધી સુતા હતા. પૈસા અને દલાલી નહિ મળશે. આ કારણે ખરીદ્યા નહિ હોય. આ આરોપ કોંગ્રેસ ઉપર હંમેશા લાગતો રહે છે.
‘અગ્નિવીરને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સમાં અનામત મળશે’
તેમણે કહ્યું કે, સવાલ ઉઠે છે કે, વન રેન્ક, વન પેન્શન કોંગ્રેસે 40 સુધી આપ્યું નથી, ત્યારબાદ મોદી સરકારે એક લાખ 20 હજાર કરોડ રુપિયા આપ્યા. જેનાથી 2500 રુપિયા પેન્શન મળતું હતુ અને આજે 25 હજારથી વધુ મળી રહ્યું છે. હવે અગ્નિવીરની વાત કરીએ તો માની લો 100 લોકો ભરતી થાય છે.તમામને ચાર વર્ષ સેનામાં ફરજ બજાવવી પડશે અને ચાર વર્ષ પછી 25 સેનામાં રહેશે અને 75ને પગાર ઉપરાંત આશરે 20 લાખ રૂપિયા મળશે. આ પછી તેઓ સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ માટે પાત્ર બનશે. આમાં તેમને 10 થી 20 ટકા અનામત આપવામાં આવશે જેથી તેઓ રોજગાર મેળવી શકે.
પહાડો પર ચઢવા માટે યુવા ફોર્સ જોઈએ-અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે આગળ કહ્યું અગ્નિવીરને રાજ્ય પોલીસમાં ભરતી થઈ શકે છે. ભાજપના 18 રાજ્ય છે, જ્યાં પોલીસમાં નોકરી મળી શકે છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝેઝમાં પણ રોજગાર મળી શકે છે. સરકાર એક સારું પગલુ ઉઠાવી આ અગ્નિવીર યોજના લાવી છે. પહાડ ચઢવા માટે યુવા ફોર્સ જોઈએ,
આ પણ વાંચો : Kanyakumari Tour : એકવાર કન્યાકુમારીના આ શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લો, બીચથી લઈને મ્યુઝિયમ સુધી શાનદાર છે સ્થળો