Air India Flight: મુસાફરો માટે જરૂરી સામાન સાથે રશિયાના મગદાન માટે રવાના થઈ બીજી ફ્લાઇટ, જાણો અપડેટ્સ
મંગળવારે દિલ્હી એરપોર્ટથી અમેરિકાના સન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને એન્જિનમાં ખરાબી આવતા રશિયાના મગદાનમાં લેન્ડ કરવામાં આવી હતી. હાલ મુસાફરોને પરત લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે
New Delhi: ભારતીય એરલાઇન એર ઇન્ડિયાએ રશિયાના મગદાનમાં ફસાયેલા 216 મુસાફરો અને 16 ક્રૂ સભ્યોને પરત લેવા માટે નવું વિમાન મોકલ્યું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI173માં ટેકનિકલ સમસ્યાના કારણે તેને રશિયાના દૂરના વિસ્તારમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જે વિમાનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લેવા માટે મોકલવામાં આવ્યા છે તેમાં ખાદ્ય ચીજોની સાથે અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પણ મોકલવામાં આવી રહી છે.
આ પણ વાચો: ભારતમાં લોકશાહી પર સવાલ ઉઠાવનારાઓને અમેરિકાનો જડબાતોડ જવાબ, કહ્યું દિલ્હી જાઓ અને જાતે જોઈ લો
તમને જણાવી દઈએ કે મંગળવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ 173 દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો માટે રવાના થઈ હતી. પરંતુ માર્ગમાં ફ્લાઈટને મગદાન તરફ વાળવામાં આવી હતી. તેમાં 216 મુસાફરો છે, જેમાંથી મોટાભાગના વૃદ્ધો છે.
આ ફ્લાઈટ મુંબઈથી રવાના કરવામાં આવી છે, જે સવારે 6.30 વાગ્યે મગદાન એરપોર્ટ પહોંચે તેવી શક્યતા છે. આ પહેલા એર ઈન્ડિયાએ કહ્યું છે કે જે જગ્યાએ ફ્લાઈટને રશિયાના પૂર્વ કિનારે લેન્ડ કરવામાં આવી છે તે રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ 10,000 કિલોમીટર દૂર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મગદાનની આસપાસ વધારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી જેના કારણે નજીકની હોટલોમાં વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા બાદ મુસાફરોને અસ્થાયી આવાસમાં ખસેડવામાં આવ્યા છે.
UPDATE: FERRY FLIGHT TO MAGADAN AIRBORNE
Our ferry flight AI195 from Mumbai (BOM) to Magadan, Russia (GDX) is now airborne, and is expected to arrive at GDX at 0630 Hours (local time) on 08 June 2023.
An Air India team is on board the flight to provide any support that the… pic.twitter.com/oIwrqrF3po
— Air India (@airindia) June 7, 2023
એર ઈન્ડિયાએ કહ્યું કે રશિયા અને મગદાનમાં તેમની પાસે એર ઈન્ડિયાના કર્મચારીઓ નથી, તેથી મુસાફરોને માત્ર પાયાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. કેરિયરે કહ્યું કે તે મગદાનથી લગભગ 4,900 કિલોમીટર દૂર વ્લાદિવોસ્તોકમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ, વિદેશ મંત્રાલય અને રશિયન અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.
સરકારે કહ્યું- નજર રાખી રહ્યા છીએ
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મંત્રાલયે બુધવારે સવારે નિવેદન આપ્યું હતું કે તે એરલાઇનના સંપર્કમાં છે. મંત્રાલયે એ પણ માહિતી આપી છે કે મગદાનની શાળાની ઇમારતમાં કેટલાક મુસાફરોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટને આખરે શું થયું છે ?
એર ઈન્ડિયાનું આ પ્લેન વાઈડબોડી બોઈંગ 777 છે, જેમાં ફ્લાઈટ દરમિયાન અચાનક એન્જિનમાં સમસ્યા આવી ગઈ, જેના કારણે તેને મગદાનમાં ઉતરવું પડ્યું હતું. હાલમાં એરક્રાફ્ટમાં શું ખામી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, એન્જિનમાં શું ખરાબી થઈ છે તે અંગે મંત્રાલય અને એર ઈન્ડિયા દ્વારા કોઈ માહિતી આપવામાં આવી રહી નથી.
યુએસ સરકારનું મોટું નિવેદન
અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે કે ફ્લાઇટમાં અમેરિકન નાગરિકો હોઈ શકે છે, જો કે આ દરમિયાન તેણે કહ્યું કે આ ફ્લાઈટમાં કેટલા અમેરિકન પેસેન્જર છે તે કહી શકાય નહી. તેમણે કહ્યું કે તે યુએસ-જાઉન્ડ ફ્લાઈટ હતી, જેમાં ચોક્કસપણે અમેરિકન નાગરિકો હશે. તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે.
મુસાફરોએ શું કહ્યું
આ ફ્લાઈટમાં 16 વર્ષીય ગીરવાન કહામા તેના ભાઈ અને કાકા સાથે મુસાફરી કરી રહ્યો હતો. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, તેને અને હોસ્પિટલમાં તેની સાથે રહેલા મુસાફરોને બિલ્ડિંગમાંથી બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મુસાફરો તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કંઈપણ ખરીદી શકતા નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો