BSFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં અમિત શાહનું નિવેદન, ‘BSFને વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી પ્રદાન કરવા સરકાર પ્રતિબદ્ધ’

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત સરકારે 2014થી દેશની સરહદોની સુરક્ષાને ગંભીરતાથી લીધી છે. જ્યાં પણ સરહદ પર અતિક્રમણ કરવાનો પ્રયાસ થયો છે, અમે તરત જ જવાબી કાર્યવાહી કરી છે.

BSFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં અમિત શાહનું નિવેદન, 'BSFને વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી પ્રદાન કરવા સરકાર પ્રતિબદ્ધ'
Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 1:39 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) રાજસ્થાનના જેસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના 57મા સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી. આ પ્રસંગે તેમણે કહ્યુ કે BSFને વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી પ્રદાન કરવાની સરકારની પ્રતિબદ્ધતા છે. તેમણે કહ્યું કે ભારત ડ્રોન વિરોધી ટેક્નોલોજી(Anti-drone technology) વિકસાવી રહ્યું છે અને તે ટૂંક સમયમાં સુરક્ષા દળોને આપવામાં આવશે.

”જ્યાં સેના દળ ત્યાં ઉજવણી”

અમિત શાહ જેસલમેરની બે દિવસની મુલાકાતે છે. કાર્યક્રમમાં જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, પહેલીવાર સ્થાપના દિવસ દિલ્હીની બહાર મનાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યાં દળના લોકો હોય ત્યાં સ્થાપના દિવસ થવો જોઈએ અને આ પરંપરા બનવી જોઈએ.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ગૃહમંત્રીએ કહ્યું, “આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જો આઝાદીની શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવે તો ભારતના લોકો આગામી 25 વર્ષનો આ સમયગાળો યાદ રાખશે. આ દરમિયાન, BSFએ સરહદને સુરક્ષિત કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ અને લક્ષ્ય નિર્ધારિત કરવુ જોઇએ.

35 હજારથી વધુ જવાનો થયા શહીદ

અમિત શાહે કહ્યું કે, દેશભરમાં પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને CAPFના 35 હજારથી વધુ જવાનો અત્યાર સુધીમાં પોતાની શહીદી આપી ચૂક્યા છે. તેમણે કહ્યું, “મને એ કહેતા ગર્વ થાય છે કે BSF સૌથી મુશ્કેલ વિસ્તારોમાં તૈનાત હોવાથી મોખરે છે. BSF આજે સરહદોની રક્ષા કરતી દુનિયાની સૌથી મોટી ફોર્સ છે. પર્વતો હોય, રણ હોય કે જંગલોની સીમાઓ હોય BSFએ -43 °C કે 50 °C તાપમાનની પરવા ક્યારેય કરી નથી. દરેક ભૌગોલિક વાતાવરણમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશની સરહદની રક્ષા કરી છે.

2014થી સરહદોની સુરક્ષાને ગંભીરતાથી લેવાઇ

ગૃહમંત્રીએ કહ્યું કે 2014થી ભારત સરકારે દેશની સરહદોની સુરક્ષાને ગંભીરતાથી લીધી છે. જ્યાં પણ સરહદ પર અતિક્રમણ કરવાનો પ્રયાસ થયો છે, અમે તરત જ જવાબી કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે કોઈ આપણી સરહદ અને આપણા સૈનિકોને હળવાશથી ન લઈ શકે, ભારતે આ સંદેશ આપ્યો છે.

ફોર્સમાં 50,000 જવાનોની ભરતી થઇ

અમિત શાહે કહ્યું, “વિશ્વમાં ઉપલબ્ધ નવીનતમ ટેકનોલોજી તમને અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. ફોર્સમાં 50,000 જવાનોની ભરતી કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમે ભરતીની સંખ્યામાં વધુ વધારો કરવાના સુનિશ્ચિત પ્રયાસો કરીશું.

તેમણે વધુમાં કહ્યું કે, “વડાપ્રધાન હંમેશા સરહદોના રક્ષકો પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે. આપણી સરહદો જેટલી સુરક્ષિત છે, તેટલો સરહદી વિસ્તાર વધુ સુરક્ષિત છે, મોદી સરકારે સશસ્ત્ર દળોના પરિવારોને સંપૂર્ણ આરોગ્ય કવચ પ્રદાન કર્યું છે, જેના હેઠળ પરિવારો સરળતાથી કાર્ડ દ્વારા તેનો લાભ લઈ શકે છે.

186 બટાલિયનમાં 2.65 લાખ જવાનો

BSF વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ છે. જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતની 6386.36 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરે છે. હાલમાં 186 બટાલિયન અને તેના હેઠળ લગભગ 2.65 લાખ જવાનો છે. દળમાં લગભગ 7,500 મહિલા કર્મચારીઓ છે, જેમાંથી 139 અધિકારીઓ છે.

આ પણ વાંચોઃ સાવધાન ! જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે 1.5 લાખ કેસ !

આ પણ વાંચોઃ Crime : 1100 કરોડ જેવી અધધધ રકમ ચીન મોકલવા માત્ર 9 લાખમાં વેંચાયો CA, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">