ગાલીબાઝ શ્રીકાંતને HCમાંથી મળી મોટી રાહત, મહિલાની અભદ્રતાના કેસમાં 44 દિવસ બાદ મળ્યા જામીન

ગાલીબાઝ શ્રીકાંત ત્યાગી (Shrikant Tyagi) વિરુદ્ધ ગેંગસ્ટર સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ પોલીસે તેને જેલમાં મોકલી દીધો હતો. હવે હાઈકોર્ટે તેને જામીન આપ્યા છે. 44 દિવસ જેલમાં રહ્યા બાદ શ્રીકાંતને જામીન મળી ગયા છે.

ગાલીબાઝ શ્રીકાંતને HCમાંથી મળી મોટી રાહત, મહિલાની અભદ્રતાના કેસમાં 44 દિવસ બાદ મળ્યા જામીન
Shrikant Tyagi
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 22, 2022 | 6:51 PM

ગાલીબાઝ કરનાર શ્રીકાંત ત્યાગીને (Shrikant Tyagi) હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેને ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટમાંથી (Allahabad High Court) જામીન મળી ગયા છે. તે ટૂંક સમયમાં જ જેલમાંથી બહાર આવી શકે છે. 9 ઓગસ્ટથી શ્રીકાંત જેલમાં છે. નોઈડા સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વર્તનના કેસમાં વિવાદ ઘણો વધી ગયો હતો, વીડિયો વાઈરલ થયા બાદ કેસે વધુ જોર પકડ્યો હતો. હવે હાઈકોર્ટે તેને જામીન આપ્યા છે. 44 દિવસ જેલમાં રહ્યા બાદ શ્રીકાંતને જામીન મળી ગયા છે.

5 ઓગસ્ટના નોઈડાના સેક્ટર-93બીની ગ્રાન્ડ ઓમેક્સ હાઉસિંગ સોસાયટીમાં એક છોડ ઉખેડવાને લઈને શ્રીકાંત ત્યાગીએ એક મહિલા સાથે અભદ્રતા કરી હતી. છોડને જડમૂળથી ઉખાડવવા માટે શ્રીકાંતે મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જે બાદ મહિલાએ કહ્યું કે તેને ગેરકાયદેસર કબજો લીધો છે, આ વાતને લઈને શ્રીકાંતે મહિલા સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. આ સમગ્ર દ્રશ્ય ત્યાં હાજર કોઈએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા. જોત જોતામાં જ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો.

ગાલીબાઝ શ્રીકાંતને મળ્યા જામીન

વાયરલ વીડિયોમાં શ્રીકાંત મહિલા સાથે દુર્વ્યવહાર કરતો અને ધક્કો મારતો જોવા મળ્યો હતો. મામલો સામે આવ્યા પછી ગાલીબાઝ શ્રીકાંત વિરુદ્ધ ગેંગસ્ટર સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ પોલીસે તેને જેલમાં મોકલી દીધો હતો. ત્યારથી શ્રીકાંત ત્યાગી જેલમાં હતા. પરંતુ આજે હાઈકોર્ટે તેમને મોટી રાહત આપતા જામીન આપ્યા છે. 44 દિવસ બાદ શ્રીકાંત ત્યાગીને જામીન મળી ગયા છે.

44 દિવસ બાદ શ્રીકાંતને મળ્યા જામીન

મહિલા સાથે દુર્વ્યવહારનો વીડિયો વાયરલ થયા બાદ શ્રીકાંત વધી રહેલા મામલાઓને જોતા તે ફરાર થઈ ગયો હતો. ઘણા દિવસો સુધી ફરાર રહ્યા બાદ પોલીસે તેના પર 25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. પોલીસે તેની મેરઠના કાંકરખેડાના શ્રદ્ધાપુરીમાંથી ધરપકડ કરી હતી. આ સાથે તેને ભાગવામાં મદદ કરનાર 3 વધુ લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે. તેને પકડવા માટે પોલીસની 18 ટીમો કામે લાગી હતી. ચાર દિવસની મહેનત બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

મહિલા સાથે દુષ્કર્મનો કેસ

શ્રીકાંત ત્યાગી કેસમાં પણ રાજકારણ ગરમાયું હતું. ભાજપમાં નામ જોડાયા બાદ વિપક્ષ સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહી હતી. આ સાથે જ સીએમ યોગીએ ગૃહ વિભાગ પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. આ સાથે શ્રીકાંત સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં ઓથોરિટીએ નોઈડામાં શ્રીકાંતની દુકાનો પર બુલડોઝર પણ ચલાવ્યું હતું. પોલીસે તેની મેરઠથી ધરપકડ કરી હતી. આજે તેને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati