એર ઇન્ડિયાની કમાન ટાટા ગ્રુપે આપી છે. ટાટા ગ્રુપ તેને 18,000 કરોડ રૂપિયામાં ખરીદી રહ્યું છે. નાણાં મંત્રાલયના રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (DIPAM) દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસનું સંચાલન ટાટા કરશે.
એર ઇન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ (AISAM) પેનલે એર ઇન્ડિયાની નાણાકીય બિડ પર નિર્ણય કર્યો છે. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા મહત્વના પ્રધાનો અને અધિકારીઓ સામેલ છે.
ટાટા સન્સે એર ઇન્ડિયા માટે 18 હજાર કરોડની બોલી લગાવી હતી, જ્યારે સ્પાઇસ જેટના અજય સિંહે 15 હજાર કરોડની બોલી લગાવી હતી. માનવામાં આવે છે કે આ વ્યવહાર ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે. એર ઇન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ (AISAM) પેનલે એર ઇન્ડિયાની નાણાકીય બિડ પર નિર્ણય કર્યો છે. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા મહત્વના પ્રધાનો અને અધિકારીઓ સામેલ છે.
Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV
— Ratan N. Tata (@RNTata2000) October 8, 2021
DIPAM ના સચિવે જણાવ્યું કે જ્યારે એર ઇન્ડિયા વિજેતા વિડરના હાથમાં જશે ત્યારે કંપનીની બેલેન્સશીટ પર 46,262 કરોડ રૂપિયાનું દેવું AIAHL ને જશે. તેમણે કહ્યું કે સરકારને આ ડીલમાં રૂ 2,700 કરોડની રોકડ મળશે. એર ઇન્ડિયા પર કુલ દેવું 46262 કરોડ છે. આ આંકડો માર્ચ 2021નો છે. ઓગસ્ટના અંત સુધીમાં આ આંકડો વધીને 65562 કરોડ થયો છે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા બ્લૂમબર્ગના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટાટા સન્સની એર ઇન્ડિયા ખરીદવાની ઓફર સ્વીકારી લેવામાં આવી છે. પરંતુ સરકારે ટાટા ગ્રુપની બિડ મંજૂર થયાના સમાચારને રદિયો આપ્યો અને કહ્યું કે આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
31 માર્ચ 2020 સુધીમાં એર ઇન્ડિયાની કુલ ફિક્સ્ડ પ્રોપટી આશરે 45,863.27 કરોડ રૂપિયા છે. જેમાં એર ઇન્ડિયાની જમીન, ઇમારતો, વિમાનનો કાફલો અને એન્જિનનો સમાવેશ થાય છે.
સરકારે સંસદમાં કહ્યું હતું કે માર્ગદર્શનના આધારે એર ઇન્ડિયાના કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. કર્મચારીઓને પણ સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવશે.
એર ઇન્ડિયામાં ઘણી ખામીઓ છે, પરંતુ તેનું સંચાલન ઉત્તમ છે. તેમાં એક સપ્તાહમાં 4486 સ્થાનિક સ્લોટ્સ અને દર અઠવાડિયે 2738 આંતરરાષ્ટ્રીય સ્લોટ છે. આંતરરાષ્ટ્રીય સ્લોટમાં 358 પશ્ચિમ એશિયન દેશો (અબુ ધાબી, દુબઈ, તેલ અવીવ જેવા દેશો) માટે છે.
72 સાપ્તાહિક સ્લોટ્સ યુએસ, કેનેડા અને ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન અને ટોરોન્ટો જેવા શહેરો માટે છે. ઇંગ્લેન્ડના હીથ્રો, લંડનના સ્ટેન્સ્ટેડ અને બર્મિંગહામ માટે 74 સાપ્તાહિક સ્લોટ્સ છે.
આ પણ વાંચો : Aryan Khan drugs case: જામીનઅરજીના ચુકાદાની રાહ જોયા વિના, આર્યન ખાન સહીતના આરોપીઓને આર્થર રોડ જેલમાં પૂરતી NCB
આ પણ વાંચો : ઓનલાઈન રમી રમવાના શોખીનો માટે ખૂબ જ જોરદાર છે આ એપ, સાઈન અપ કરીને મેળવો ફ્રી બોનસ