Uttar Pradesh : યુપીમાં લઘુમતિ વોટબેંક પર ઓવૈસીની નજર, માયાવતીએ ટિકિટ આપવાનો ઇનકાર કર્યા બાદ મુખ્તાર અંસારીની પત્નીને ઓવૈસીની પાર્ટીમાંથી ટિકિટની ઓફર

યુપીમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ (Political Party) દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે, ત્યારે ઓવૈસીએ પણ વિધાનસભાની ચૂંટણીને લઈને આગોતરૂ આયોજન કર્યુ છે.

Uttar Pradesh : યુપીમાં લઘુમતિ વોટબેંક પર ઓવૈસીની નજર,  માયાવતીએ ટિકિટ આપવાનો ઇનકાર કર્યા બાદ મુખ્તાર અંસારીની પત્નીને ઓવૈસીની પાર્ટીમાંથી ટિકિટની ઓફર
Mukhtar Ansari (File Photo)

Uttar Pradesh :  માયાવતીએ મુખ્તાર અંસારીને ટિકિટ માટે ઈનકાર કર્યા બાદ AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મુખ્તારને ખુલ્લી ઓફર કરી છે.ઓવૈસીએ કહ્યુ કે, મુખ્તાર UPમાં ઇચ્છે તે બેઠક પરથી તેને ટિકિટ આપવામાં આવશે.આગામી વર્ષે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઉત્તરપ્રદેશમાં (Uttar pradesh) રાજકીય ધમાસાણ શરૂ થયુ છે. માયાવતીએ મુખ્તાર અંસારીને ટિકિટ આપવાનો ઈનકાર કર્યા બાદ AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ધારાસભ્યને ખુલ્લી ઓફર આપી છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને ઓવૈસીએ શરૂ કરી તૈયારી

યુપીમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ (Political Party) દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે, ત્યારે ઓવૈસીએ પણ વિધાનસભાની ચૂંટણીને લઈને આગોતરૂ આયોજન કર્યુ છે. તેઓ આ મહિનામાં યુપી પ્રવાસ પર રહેશે, જેમાં તે 25 સપ્ટેમ્બરના રોજ પ્રયાગરાજ, 26 ના રોજ કાનપુર અને 30 સપ્ટેમ્બરના રોજ બહરાઈચની મુલાકાત લેશે.

માયાવતીએ ધારાસભ્ય મુખ્તારને ટિકિટ આપવાનો કર્યો ઈનકાર

યુપી વિધાનસભાની ચૂંટણીને લઈને માયાવતીએ (Mayavati) મોટી જાહેરાત કરી હતી. તેણ કહ્યું હતુ કે, આગામી યુપી વિધાનસભાની ચૂંટણીમાં બસપાનો પ્રયાસ હશે કે પાર્ટીમાંથી કોઈ માફિયાને લડાવવામાં આવશે નહિ. તેને કારણે આઝમગઢની વિધાનસભા બેઠકની ટિકિટ મુખ્તાર અંસારીને (Mukhtar Ansari) આપવામાં આવી નથી.

માયાવતીની જાહેરાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ

માયાવતીની જાહેરાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે હાલ એવી અટકળો ચાલી રહી છે કે મુખ્તાર અંસારી સપામાં જોડાઈ શકે છે. અગાઉ મુખ્તાર અંસારીના મોટા ભાઈ સિબ્બતુલ્લાહ પણ સપામાં જોડાયા હતા. સિબ્ગતુલ્લાહ અંસારી 2007 માં સપા તરફથી ગાઝીપુરની( Ghazipur) મોહમ્મદાબાદ અને 2012 માં કૌમી એકતા દળમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ધારાસભ્ય મુખ્તાર અંસારી

મુખ્તાર અંસારીનો જન્મ 30 જૂન 1963 ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના મોહમ્મદાબાદ ગામમાં થયો હતો. બાહુબલી મુખ્તાર અંસારીનો પારિવારિક ઇતિહાસ ઘણો સારો રહ્યો છે. અંસારીના દાદા ડો. મુખ્તાર અહમદ અંસારી સ્વતંત્રતા સંગ્રામ આંદોલન દરમિયાન 1926-27માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા.

 

આ પણ વાંચો: યુદ્ધની સ્થિતિ અને ઈમરજન્સી લેન્ડીંગ માટે રાજ્યમાં આ 2 હાઈવે પર એરસ્ટ્રીપ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે

આ પણ વાંચો:  Quad countries Summit 2021 : બે વર્ષ બાદ PM મોદી અમેરિકાની કરશે મુલાકાત, વોશિંગ્ટનમાં 24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોના સંમેલનમાં આપશે હાજરી

Click on your DTH Provider to Add TV9 Gujarati