AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: દિલ્હીની બેઠક બાદ અમિત શાહે સંભાળી છત્તીસગઢ ચૂંટણીની કમાન, 22 જુલાઈએ કરી શકે છે મુલાકાત

અમિત શાહે છત્તીસગઢમાં બેઠક કરી વરિષ્ઠ નેતાઓને સંકલન અને સાથે મળીને કામ કરવાની કડક સૂચના આપી હતી. જે બાદ તેમણે છત્તીસગઢને લઈને પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ પણ સોંપી છે.

Chhattisgarh: દિલ્હીની બેઠક બાદ અમિત શાહે સંભાળી છત્તીસગઢ ચૂંટણીની કમાન, 22 જુલાઈએ કરી શકે છે મુલાકાત
Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 3:51 PM
Share

છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ (BJP) તૈયારી શરૂ કરી છે. આ જ કારણ છે કે અમિત શાહે (Amit Shah) હવે છત્તીસગઢ ભાજપની કમાન સંભાળી છે. હાલમાં જ રાજ્યના પ્રભારી ઓમ માથુરે રાજ્યના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ રિપોર્ટ લઈને દિલ્હીમાં જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દોઢ કલાક સુધી ચાલેલી નડ્ડા અને માથુરની બેઠકમાં છત્તીસગઢમાં ભાજપના નેતાઓના રિપોર્ટ કાર્ડ પર ચર્ચા કરવામાં આવી હતી.

નેતાઓમાં એકતા જોવા મળી નથી

અમિત શાહની છત્તીસગઢમાં બેઠક બાદ પણ નેતાઓમાં એકતા જોવા મળી નથી. તેથી જ દિલ્હીમાં યોજાયેલી આ બેઠક બાદ અમિત શાહની છત્તીસગઢ મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઓમ માથુર દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે જ છત્તીસગઢમાં ભૂપેશ સરકાર વિરુદ્ધ રણનીતિ બનાવી રહ્યા છે.

રણનીતિમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો

અમિત શાહે છત્તીસગઢમાં બેઠક કરી વરિષ્ઠ નેતાઓને સંકલન અને સાથે મળીને કામ કરવાની કડક સૂચના આપી હતી. જે બાદ તેમણે છત્તીસગઢને લઈને પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ પણ સોંપી છે. અમિત શાહે સ્થાનિક નેતાઓને ભુપેશ બઘેલને ગંભીરતાથી લેવા અને સરકાર અને કોંગ્રેસની ખામીઓ શોધવા કહ્યું હતું. ત્યારબાદ પાર્ટીની રણનીતિમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

મનસુખ માંડવિયાએ ચર્ચા કરીને રિપોર્ટ તૈયાર કર્યો

છત્તીસગઢના પ્રભારી અને સહપ્રભારીને ભાજપની વિધાનસભા મૂજબ સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી એકઠી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ દરેક વિધાનસભામાં ભાજપના ઉમેદવારોને લઈને પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. છત્તીસગઢ ચૂંટણીની મોટી જવાબદારી મળ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ નેતાઓ સાથે ચર્ચા કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે.

આ પણ વાંચો : જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને તેમની તબિયત વિશે પૂછ્યું, કોંગ્રેસ નેતાએ કહ્યું- હું ઠીક છું પણ મણિપુર…

અમિત શાહ 22 જુલાઈએ છત્તીસગઢની મુલાકાતે

સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ 22 જુલાઈએ છત્તીસગઢની મુલાકાત લઈ શકે છે. આ પહેલા તેઓ 19 જુલાઈના રોજ જવાના હતા, પરંતુ છેલ્લી ક્ષણે તેમનો પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો હતો. અમિત શાહ રિપોર્ટ કાર્ડના આધારે રાજ્યના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા કરશે. આ સાથે ચૂંટણી માટે રચાયેલી સમિતિના કન્વીનરો સાથે પણ મીટિંગ કરી શકે છે. તેઓએ નેતાઓને ચૂંટણીની તૈયારીઓ અંગે સૂચનાઓ આપી હતી, તેથી તેની સમીક્ષા પણ કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">