AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા પ્રવાસની અપાર સફળતા પછી, પીએમ મોદી હવે યુરોપ જશે, જી -20 કોન્ફરન્સમાં ભાગ લેશે, જાણો કોણ કોણ થશે સામેલ

અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સપ્ટેમ્બરમાં ત્રણ દિવસના યુએસએના પ્રવાસ પર ગયા હતા. આ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ઉપરાંત અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અને અગ્રણી ઉદ્યોગપતિઓને પણ મળ્યા.

અમેરિકા પ્રવાસની અપાર સફળતા પછી, પીએમ મોદી હવે યુરોપ જશે, જી -20 કોન્ફરન્સમાં ભાગ લેશે, જાણો કોણ કોણ થશે સામેલ
Prime Minister Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 4:01 PM
Share

અમેરિકી પ્રવાસની સફળતા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)  ટૂંક સમયમાં યુરોપ જશે. યુરોપ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઇટાલીમાં જી -20 (G20 Summit) સમિટમાં ભાગ લેશે. જી 20ની કોન્ફરન્સ આગામી 30-31 ઓક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન (Joe Biden), રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin), ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emanuel Macron) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) પણ સામેલ થશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે G 20 સમિટમાં ( G20 Summit ) ભાગ લેવા ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. આ પ્રવાસ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જો કે, જી 20 કોન્ફરન્સ અંગેની સત્તાવાર જાહેરાત કરવાની હજુ બાકી છે. કોરોના સમયગાળા પછી, G20 કોન્ફરન્સ થશે, જે ફિજીકલ સ્થિતિમાં થઈ રહી છે.

ગયા વર્ષે G20 સમિટ ખૂબ જ ખાસ હતી ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે શરૂ થયેલી 15 મી જી -20 સમિટમાં ( 15th G20 Summit) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ બાદ કોરોના વિશ્વ માટે સૌથી મોટો પડકાર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ પરિષદમાં હાજરી આપી હતી. કોન્ફરન્સની અધ્યક્ષતા સાઉદી અરેબિયાના રાજા સલમાને કરી હતી.

અગાઉ સપ્ટેમ્બરમાં પીએમ મોદી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા.  આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓને પણ મળ્યા હતા.  વડાપ્રધાનની અમેરિકા મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોવાલ અને વિદેશ સચિવ શૃંગલા હાજર હતા.

આ પણ વાંચોઃ T20 WC : લો બોલો પાકિસ્તાનની ટીમનો પાવર તો જુઓ, એક પણ મેચ ભારત સામે જીતી નથી અને કહે છે ભારતની ટીમ પાસે પાકિસ્તાનની ટીમ જેટલી પ્રતિભા નથી

આ પણ વાંચોઃ Priyanka Gandhi Arrested: સીતાપુર પોલીસે શાંતિ ભંગ અને કલમ -144 ના ભંગ બદલ પ્રિયંકા ગાંધીની કરી ધરપકડ, ભૂપેશ બઘેલના એરપોર્ટ પર ધરણા

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">