આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધશે, EDએ 3 નેતાઓ સામે કેસ દાખલ કર્યો, ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ના મોટા નેતાઓની મુશ્કેલીઓ વધવાની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ત્રણ કથિત કૌભાંડોમાં કેસ નોંધ્યો છે. તેમના પર આરોપ એવા છે કે, તેમણે આમ આદમી પાર્ટીની સરકાર વખતે આ કૌંભાડને અંજામ આપ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના ત્રણ અલગ અલગ કેસ નોંધ્યા છે, જેમાં હોસ્પિટલ બાંધકામ, CCTV કેમેરા કૌભાંડ અને શેલ્ટર હોમ કૌભાંડ સંબંધિત કેસનો સમાવેશ થાય છે. EDએ આ કૌભાંડોમાં ઘણા મોટા AAP નેતાઓ વિરુદ્ધ ECIR પણ દાખલ કરી છે. જે ફરિયાદ બરાબર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ,આ કેસમાં ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા જેવા નેતાઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ED ટૂંક સમયમાં આ બધા નેતાઓને સમન્સ મોકલી શકે છે. આ પહેલા મની લોન્ડ્રિંગ કેસ મામલે સત્યેન્દ્ર જૈનને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું છે અને તે જામીન પર બહાર છે.
હોસ્પિટલ કૌંભાડમાં શું આરોપ છે
કથિત હોસ્પિટલ કૌંભાડમાં પૂર્વ સ્વાસ્થ મંત્રી સત્યેન્દ્ર જૈન અને સૌરભ ભારદ્રાજની ભૂમિકા તપાસવામાં આવશે. ઈડીના મુજબ 2018-19માં આમઆદમી સરકારે 24 હોસ્પિટલના પ્રોજેક્ટને મંજુરી આપી હતી. જેમાં આઈસીયુ હોસ્પિટલનું નિર્માણ 5 મહિનામાં જ કરવાનું હતુ, પરંતુ 800 કરોડ રુપિયા ખર્ચ થયા છતાં હજુ માત્ર 50 ટકાનું કામ પૂર્ણ થયું છે. તપાસ એજન્સીને જાણવા મળ્યું કે, દિલ્હી સરકારે લોક નાયક હોસ્પિટલમાં નિર્માણની ખોટી અનુમતિ 488 કરોડથી વધારી 1135 કરોડ પહોંચી ગઈ. ઈડીનો આરોપ છે કે, અનેક હોસ્પિટલનું નિર્માણ કોઈ મંજુરી વગર શરુ કરવામાં આવ્યું હતું.
સીસીટીવી કૌંભાડનો આરોપ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે વર્ષ 2019માં 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના શરુ કરી હતી,571 કરોડ રુપિયાનો આ પ્રોજેક્ટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમેટેડને આપવામાં આવ્યો હતો.પરંતુ કામ સમયસર પૂર્ણ થયું નહી. આ માટે કપની પર 17 કરોડ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરપો છે કે,સત્યેન્દ્ર જૈને આ દંડ માફ કરી દીધો હતો અને તેના માટે 7 કરોડ રુપિયાની લાંચ લીધી હતી. અસીબીએ ત્યારે પીડબલ્યુડી મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
દિલ્હી અર્બન શેલ્ટર બોર્ડનો આરોપ
ઈડીએ આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડમાં ભ્રષ્ટાચાર થયો. આરોપ છે કે, નકલી એફડીઆર દ્વારા કરોડોનું કૌંભાડ થયું હતુ. ઈડીએ એ પણ આરોપ લગાવ્યો કે, કોરોના મહામારી દરમિયાન ખોટા દસ્તાવેજો દ્વારા 250 કરોડ રુપિયાનું કામ દેખાડ્યું હતુ. આ સિવાય ખોટા કર્મચારીઓનું વેતન દેખાડી કમીશ નેતાઓને આપવામાં આવ્યું હતુ. સીબીઆઈ અને એસબી પણ આ મામલે તપાસ કરી રહી છે.
