AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: AAPમાં મોટો બળવો! રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ છોડ્યો કેજરીવાલનો સાથ, હવે જોડાઇ ગયા ભાજપમાં

આમ આદમી પાર્ટીમાં એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ મુખ્ય નેતાઓએ પાર્ટી સાથેનો પોતાનો વર્ષો જૂનો સાથ તોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

Breaking News: AAPમાં મોટો બળવો! રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ છોડ્યો કેજરીવાલનો સાથ, હવે જોડાઇ ગયા ભાજપમાં
| Updated on: Apr 24, 2026 | 6:03 PM
Share

આમ આદમી પાર્ટીમાં એક બહુ મોટો બળવો જોવા મળ્યો છે. સમાચાર છે કે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ૩ સાંસદોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. આ ત્રણેય સાંસદો એકસાથે ભાજપમાં જોડાયા છે. રાઘવ ચઢ્ઢાની સાથે આમ આદમી પાર્ટી છોડનારાઓમાં અશોક મિત્તલ અને સંદીપ પાઠક પણ જોડાયેલ છે. આ બંનેએ પણ ભાજપનો સાથ સ્વીકારી લીધો છે.

રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ કરી AAP છોડવાની જાહેરાત

રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. સાથે જ ત્રણેયે જણાવ્યું કે, તેઓ આમ આદમી પાર્ટી છોડવા માટે કેમ મજબૂર થયા. સંદીપ પાઠકે કહ્યું કે, “મેં ક્યારેય પોતાને આગળ કર્યા નથી, હંમેશા આમ આદમી પાર્ટીને આગળ કરી છે. અરવિંદ કેજરીવાલને આગળ રાખ્યા છે. દેશમાં લાખો પાર્ટી કાર્યકર્તાઓ છે જે આમ આદમી પાર્ટીને આગળ રાખે છે.”

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે, જેમાં પાર્ટીના સાંસદો રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે રાજીનામું આપીને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ પ્રમુખ નીતિન નબીને આ ત્રણેય નેતાઓનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

મેં મારું લોહી-પરસેવો આપ્યો પરંતુ AAP સિદ્ધાંતોથી ભટકી ગઈ: રાઘવ

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, “જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારી જુવાનીના 15 વર્ષ આપ્યા છે, તે હવે પોતાના આદર્શો, મૂલ્યો અને મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી રાષ્ટ્રહિતમાં નહીં પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી મને એવું લાગી રહ્યું હતું કે, હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. એવામાં આજે હું જાહેરાત કરું છું કે, હું આમ આદમી પાર્ટીથી અલગ થઈ રહ્યો છું અને જનતાની નજીક આવી રહ્યો છું.”

સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “અમે નિર્ણય લીધો છે કે, અમે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે-તૃતિયાંશ સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપ (BJP) માં વિલીનીકરણ કરીશું.” રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે, બે-તૃતિયાંશથી વધુ સાંસદો અમારી સાથે છે. અમારી સાથે હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની અને સ્વાતિ માલીવાલ પણ છે.

8th Pay Commission : સરકારી કર્મચારીઓનો પગાર રૂ. 72,000 સુધી પહોંચશે ? આ રહ્યો જવાબ

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">