AFGHANISTANને લઈને પીએમ મોદીના નિવાસસ્થાને અઢી કલાક ચાલી ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ ,ભારત પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે

|

Aug 17, 2021 | 9:49 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ બેઠકમાં હાજર છે. તે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિના સભ્ય છે. વિદેશ મંત્રી સિવાય સીસીએસના તમામ સભ્યો બેઠકમાં હાજર છે.

AFGHANISTANને લઈને પીએમ મોદીના નિવાસસ્થાને અઢી કલાક ચાલી ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ ,ભારત પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે
A high level meeting is also being held at PM Modi's residence regarding AFGHANISTAN, Home Minister-Defense Minister and NSA are also present.

Follow us on

AFGHANISTAN : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના( PM Modi) નિવાસસ્થાને એક મોટી બેઠક યોજાઈ . આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી(Home Minister) રાજનાથ સિંહ, એનએસએ અજિત ડોભાલ હાજર રહ્યા. CCSની બેઠક અઢી કલાક સુધી ચાલી હતી અને  તાલિબાન સત્તા સંભાળવાના મુદ્દે બેઠકમાં સંભવિત ચર્ચાઓ ચાલી હતી
નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ બેઠકમાં છે. તે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિના સભ્ય છે. વિદેશ સચિવ હર્ષવર્ધન સિંગલા અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી કે મિશ્રા પણ બેઠકમાં હાજર છે. વિદેશ મંત્રી સિવાય સીસીએસના તમામ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ભારતીય માગરિકોની સુરક્ષાને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સલામત પરત સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં આવતા દરેક લઘુમતીઓને મદદ કરવામાં આવશે. વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે ભારતે માત્ર તેના નાગરિકોનું જ રક્ષણ ન કરવું જોઈએ, પણ આપણે તે શીખ અને હિન્દુ લઘુમતીઓને પણ આશ્રય આપવો જોઈએ જે ભારતમાં આવવા માંગે છે, અને આપણે તમામ શક્ય મદદ પણ આપવી જોઈએ. મદદ માટે ભારત તરફ જોઈ રહેલા અમારા અફઘાન ભાઈઓ અને બહેનોને મદદ કરો.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમએ ગત રાત્રે મોડે સુધી અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવેલા ભારતીયોને બહાર કાઢવાની ઘટના પર નજર રાખી હતી. આ સાથે, સંબંધિત લોકોને એવી પણ સૂચના આપવામાં આવી હતી કે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ બેઠકમાં હાજર છે. તે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિના સભ્ય છે. વિદેશ મંત્રી સિવાય સીસીએસના તમામ સભ્યો બેઠકમાં હાજર છે.

અફઘાનિસ્તાનમાં અમેરીકી સેનાની વાપસી બાદથી તાલીબાનોએ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનિ દ્વારા પણ અફઘાનિસ્તાન છોડી દેવામાં આવ્યુ છે. તાલીબાનો દ્વારા સરકારી કર્મચારી અને પોલીસ કર્મીઓની ઘરે-ઘરે શોઘખોળ કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનના લોકો દ્વારા પલાયન શરુ કરી દેવામાં આવ્યુ છે. અફઘાનિસ્તાનના લોકો પાકિસ્તાન જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને એરપોર્ટ પર મોટી સંંખ્યામાં અફઘાનિસ્તાનના લોકો એકઠા થઈ રહ્યા છે.

‘તમામ મુખ્ય દેશો સાથે સતત સંપર્ક’

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ આ ક્ષેત્રના તમામ મોટા દેશો સાથે સતત સંપર્કમાં છે. અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને અશરફ ગની દ્વારા દેશ છોડ્યા પછી નવી સરકાર કેવી રીતે બનશે તે હજુ સ્પષ્ટ નથી.અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે.આજે ભારતીય વાયુસેનાનું વિમાન 150 ભારતીયોને લઈને દેશમાં પહોંચી ગયું છે. ભારતીયોને બહાર કાઢવામાં પડકારોને પણ વિગતવાર કેબિનેટ સમક્ષ મૂકવામાં આવ્યા છે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી તમામ ભારતીયોને બહાર કાઢવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.

 

 

Published On - 9:45 pm, Tue, 17 August 21

Next Article