AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીએમ યોગી આદિત્યનાથને અપાઈ શિરચ્છેદની ધમકી, યુપી પોલીસની તપાસમાં ચોંકાવનારી વાત આવી સામે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (Yogi Adityanath) જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ફેસબુક પોસ્ટ દ્વારા સીએમ યોગીનું માથું કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે.

સીએમ યોગી આદિત્યનાથને અપાઈ શિરચ્છેદની ધમકી, યુપી પોલીસની તપાસમાં ચોંકાવનારી વાત આવી સામે
Yogi Adityanath (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 7:35 AM
Share

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું (Yogi Adityanath,) શિરચ્છેદ કરવાની ધમકી આપવામાં આવી છે. ફેસબુક પર મુરાદાબાદ પોલીસનું (Moradabad Police) ફેક પેજ બનાવીને પાકિસ્તાનનો (Pakistan) ધ્વજ લગાવવામાં આવ્યો છે. જેમાં આત્મા પ્રકાશ પંડિત (Atma Prakash Pandit) નામના એકાઉન્ટથી સીએમ યોગીને ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુરાદાબાદના એસપી અખિલેશ ભાદુરિયાએ કહ્યું કે સાયબર સેલની તપાસ બાદ આત્મા પ્રકાશ નામના વ્યક્તિએ જણાવ્યું કે તેણે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે. જેનો દુરુપયોગ અસામાજિક સામગ્રી પોસ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

એસપીએ કહ્યું કે તેમના દાવાની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ફેસબુક પર મુરાદાબાદ પોલીસના નામે એક પેજ બનાવવામાં આવ્યું હતું, જેના દ્વારા આવી પોસ્ટ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે આ પોસ્ટ આત્મપ્રકાશ પંડિત નામના એકાઉન્ટમાંથી કરવામાં આવી છે. આ બાબતે તપાસ ચાલુ છે.

બેગમાંથી મળેલા પત્રમાં બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ હતી ધમકી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કિસ્સા અવારનવાર સામે આવે છે. થોડા દિવસો પહેલા લખનૌના આલમબાગ વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર તિવારીના ઘરે એક બેગમાંથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં મુખ્યમંત્રી યોગી અને દેવેન્દ્ર તિવારીને બોમ્બથી ઉડાવી દેવાનું લખવામાં આવ્યું હતું. દેવેન્દ્રએ ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ કોર્ટમાં PIL દાખલ કરી છે. તેમના ઘરે મળેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે અન્ય લોકોની ગરદન કાપવામાં આવી છે. તમને બંને (CM યોગી અને દેવેન્દ્ર)ને બોમ્બથી ઉડાવી દેવાશે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ PIL દાખલ કરવાથી મુસ્લિમોના પેટ ઉપર લાત પડી છે. તમે લોકોએ ઓવૈસી અને મૌલાના મદનીને રડાવ્યા છે, તેમના આંસુનો બદલો લેવાશે.

વોટ્સએપ નંબર પર ધમકી આપી હતી

આ પહેલા અન્ય એક કેસમાં સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે 2 ઓગસ્ટના રોજ શાહિદ નામના વ્યક્તિના નામે નોંધાયેલા નંબર પરથી ડાયલ 112 સર્વિસના વોટ્સએપ નંબર પર એક મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ત્રણ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે આ મામલામાં હેડક્વાર્ટર સેન્ટર કમાન્ડર સુભાષ કુમારની ફરિયાદ પર લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">