9 વર્ષથી કિડનીની બિમારીથી પીડાતો હતો ભાઈ, ન્યુઝીલેન્ડથી આવેલી બહેને રક્ષાબંધન પર આપ્યું નવું જીવન

ગુડગાંવમાં રહેતા 29 વર્ષીય પટકથા લેખક અમન બત્રા 2013થી કિડનીની બિમારીથી (Kidney disease) પીડિતા હતા. ન્યુઝીલેન્ડમાં રહેતી એક બહેને પોતાના ભાઈને પોતાની કિડની આપીને તેનો જીવ બચાવ્યો.

9 વર્ષથી કિડનીની બિમારીથી પીડાતો હતો ભાઈ, ન્યુઝીલેન્ડથી આવેલી બહેને રક્ષાબંધન પર આપ્યું નવું જીવન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 10:01 PM

બહેન પાસેથી કિડનીના (Kidney disease) રૂપમાં નવું જીવન મેળવ્યા બાદ પટકથા લેખક અમન બત્રા નવ વર્ષ પછી હવે ડાયાલિસિસથી મુક્ત થયા છે. હવે તે પોતાના ભવિષ્યની યોજના બનાવવામાં બિઝી છે. ટૂંક સમયમાં તે એક ફિચર ફિલ્મ કરવા અને પછી તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અમન બત્રા (Aman Batra) 9 વર્ષથી કિડનીની બીમારીથી હેરાન હતો, આખરે તેમની બહેને તેમને રક્ષાબંધનની પહેલી ભેટ તરીકે નવું જીવન આપ્યું. ગુડગાંવમાં રહેતા 29 વર્ષના પટકથા લેખક 2013થી કિડનીની બિમારીથી પીડિતા હતા. તેના માતા-પિતા કિડનીનું દાન કરવામાં અસમર્થ હતા, ત્યારબાદ તેની બહેન ચંદ્રા ગ્રોવર (38)એ આ કાર્ય હાથમાં લીધું. તેની બહેન તેના પતિ સાથે ન્યુઝીલેન્ડમાં રહે છે. જ્યારે સમગ્ર ભારતમાં અનેક પરિવારો ભાઈ-બહેનના તહેવારની તૈયારીમાં વ્યસ્ત છે, એવા સમયમાં બત્રા અને તેમની બહેન, ભાઈ-બહેનના અનોખા પ્રેમની નવી ગાથા લખી રહ્યા છે.

જન્મદિવસના 10 દિવસ પછી મળ્યું બીજું જીવન

પટકથા લેખક અમન બત્રાની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી તેમના જન્મદિવસના 10 દિવસ પછી 11 જૂને થઈ હતી. તેમને 9 વર્ષ પછી કિડનીની બીમારીમાંથી રાહત મળી. તે જ મહિનામાં થોડા દિવસો પછી તેની બહેન તેના ઘરે પાછી આવી. બત્રાને 22 જૂને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમન બત્રા કહે છે કે મારા માતા-પિતા હાઈ બ્લડપ્રેશરથી પીડિત છે. મારી માતા સુગરના દર્દી છે. મારી મોટી બહેન ચાર-પાંચ વર્ષથી મને ફોલો કરતી હતી અને કહેતી હતી કે તે તેની કિડની આપી શકે છે, પરંતુ અમે અચકાતા હતા કારણ કે તે (બહેન) હંમેશા સર્જરીથી ડરતી હતી.

કાંડા પર શાહીથી દોરેલું છે બહેનનું ટેટૂ

અમન બત્રાએ આભાર સાથે કહ્યું કે તે ખૂબ નાજુક છે. જ્યારે પણ તેણીને સોય મળે છે, તે પીડાને કારણે એક અઠવાડિયા સુધી તે હાથ પકડી રાખે છે, પરંતુ તે મારા માટે ઓપરેશન કરાવા સંમત થઈ હતી. બંને ભાઈ-બહેન વચ્ચે હંમેશા ગાઢ પ્રેમ રહ્યો છે. બત્રાએ કહ્યું કે 2010માં તેણે તેની બહેનના ચહેરાનું પણ તેના કાંડા પર ટેટૂ કરાવ્યું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભાઈને મુશ્કેલીમાં જોઈ ન શકી

બ્યુટી સલૂન ચલાવતી બહેન ચંદા ગ્રોવર કહે છે કે આ વર્ષે તેમનો રાખી તહેવાર ડિજિટલ હશે. તે નવ વર્ષથી તેના ભાઈને આ વાત સમજાવવા માટે કોશિશ કરી રહી હતી, પરંતુ તે મક્કમ હતો કે તે થવા દેશે નહીં. ગ્રોવરે ઓકલેન્ડથી ફોન પર પીટીઆઈને કહ્યું, “આ વર્ષે ફેબ્રુઆરીમાં મેં તેને કોઈક રીતે સમજાવ્યું કે અમારે તે કરવું પડશે, કારણ કે જો તે આટલી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે તો હું ક્યારેય ખુશ નહીં રહી શકું.” હું માર્ચમાં ભારત આવી, મારો ટેસ્ટ કરાવ્યો અને મેમાં પાછી આવી, જેથી કરીને અમે સર્જરી કરાવી શકીએ. તેની પાસે તેના નિર્ણયમાંથી પાછા ફરવાનો સમય ન હતો. મેં આ રાખી માટે જે ભેટ માંગી છે તે એ છે કે તે તેના સ્વાસ્થ્યને હળવાશથી નહીં લે, તે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે.

2010માં કરી હતી એપેન્ડિક્સની સર્જરી

ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી સાજા થયેલા બત્રાએ કહ્યું કે હું મારી બહેનથી એકદમ અલગ છું. મારી 2010માં એપેન્ડિક્સની સર્જરી થઈ હતી. છેલ્લા નવ વર્ષથી હું દર અઠવાડિયે બે વાર ડાયાલિસિસ કરાવું છું. હું બે વાર કોવિડ અને એક વાર ડેન્ગ્યુની ઝપેટમાં આવી ચુક્યો છું. બત્રાએ કહ્યું કે મહામારીના વર્ષો મુશ્કેલ હતા. તેના માતા-પિતા અને તેને મે 2020માં પહેલી વેવમાં કોવિડનો ચેપ લાગ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">