યોગી સરકારના 6 વર્ષ પૂર્ણ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિર નિર્માણની કરી સમીક્ષા

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 6:23 PM

મુખ્યપ્રધાનની આ મુલાકાતની જાણકારી આપતા સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે અયોધ્યામાં બની રહેલા રામમંદિરનું નિર્માણ 70 ટકા સુધી પૂર્ણ થઈ ચૂક્યુ છે. સીએમ યોગીએ રાજ્ય માટે રામલલા મંદિર અને હનુમાનગઢીમાં પૂજા કરી છે.

યોગી સરકારના 6 વર્ષ પૂર્ણ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિર નિર્માણની કરી સમીક્ષા

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સરકારના 6 વર્ષ પૂર્ણ થયા છે. યોગી આદિત્યનાથે 19 માર્ચ 2017ના રોજ મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ CM યોગીએ 5 વર્ષનો પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો અને બીજા કાર્યકાળને પણ એક વર્ષ પૂર્ણ કર્યુ. આ રીતે તેમની સરકારે ઉત્તરપ્રદેશમાં 6 વર્ષ પૂરા કર્યા છે. ત્યારે આ અવસરે CM યોગી આદિત્યનાથે આજે ઓયાધ્યાની મુલાકાત કરી.

મુખ્યપ્રધાને રામલલાની પૂજા-અર્ચના કરી સાથે જ હનુમાનગઢીના પણ કર્યા દર્શન

CM યોગીએ અયોધ્યામાં રામલલા મંદિરમાં પૂજા-અર્ચના કરી સાથે જ હનુમાનગઢીના પણ દર્શન કર્યા. મુખ્યપ્રધાનની આ મુલાકાતની જાણકારી આપતા સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે અયોધ્યામાં બની રહેલા રામમંદિરનું નિર્માણ 70 ટકા સુધી પૂર્ણ થઈ ચૂક્યુ છે. સીએમ યોગીએ રાજ્ય માટે રામલલા મંદિર અને હનુમાનગઢીમાં પૂજા કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ રામલલા મંદિરના દર્શન કર્યા બાદ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયે સીએમ યોગીને સ્મૃતિ ચિન્હ ભેટ આપ્યુ. આ દરમિયાન ચંપતરાયે સીએમ યોગીને અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિર નિર્માણ વિશે પણ જાણકારી આપી.

આ પણ વાંચો: કર્ણાટકમાં એક્ટિવ મોડમાં રાહુલ ગાંધી, 3 દિવસના પ્રવાસ દરમિયાન પાર્ટી નેતાઓ સાથે કરશે મિટિંગ

યુપીમાં કાયદો અને વ્યવસ્થા ચુસ્ત: રાજનાથ સિંહ

તમને જણાવી દઈએ કે આ પહેલા સીએમ યોગી આદિત્યનાથ વારાણસી ગયા હતા. સીએમ યોગીએ અહીં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. સીએમ યોગી સરકારના 6 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે તેમના જોરદાર વખાણ કર્યા. રાજનાથ સિંહ શનિવારે લખનૌના પ્રવાસે હતા. સીએમ યોગીની સાથે રાજનાથ સિંહે ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ સાથે તેમણે સીએમ યોગી સરકારમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાને ચુસ્ત ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સરકારના 6 વર્ષ પૂરા થવા પર ઘણા મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ સીએમ યોગીને અભિનંદન આપી રહ્યા છે. સીએમ યોગીએ પોતાના કાર્યકાળમાં યુપીના પોલીસ તંત્રમાં ઘણું કામ કર્યું છે. રાજનાથ સિંહે ખુલ્લા મંચ પરથી તેની પ્રશંસા કરી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati