AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના 40 % મુખ્યમંત્રીઓ સામે છે ફોજદારી કેસ, જાણો કોની સામે કેટલા કેસ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 19 કેસ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 13 અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પાંચ કેસ તેમની સામે ચાલી રહ્યાં હોવાનુ જાહેર કર્યું છે.

દેશના 40 % મુખ્યમંત્રીઓ સામે છે ફોજદારી કેસ, જાણો કોની સામે કેટલા કેસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2025 | 9:01 AM
Share

દેશમાં લડાતી ચૂંટણીઓ સંદર્ભે કાર્યરત એનજીઓ, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ જેને અંગ્રેજીમાં ટુંકમાં ADR કહેવામાં આવે છે. તેણે જાહેર કર્યું છે કે, તેણે રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ 30 વર્તમાન મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. આ ડેટા તેમની છેલ્લી ચૂંટણી લડતા પહેલા તેમના દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR ના નવા અહેવાલ મુજબ, દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી, 12 એટલે કે 40 ટકા જેટલા મુખ્ય પ્રધાનોએ તેમની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યું છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પોતાની સામે સૌથી વધુ 89 કેસ હોવાનું ચૂંટણી સમયે ચૂંટણીપંચમાં રજૂ કરાતા સોગંદનામા થકી જાહેર કર્યું છે, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 47 કેસ હોવાનું સોગંદનામામાં જાહેર કર્યું છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 19 કેસ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 13 અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પાંચ કેસ તેમની સામે ચાલી રહ્યાં હોવાનુ ચૂંટણી સમયે ઉમેદવારી પત્ર ભરતા સમયે કરેલા સોગંદનામા થકી જાહેર કર્યું છે.

કયા મુખ્યમંત્રી સામે કેટલા કેસ

મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને સુખવિંદર સિંહ સુખુએ ચાર-ચાર, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને બે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક કેસ જાહેર કર્યો છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે કેન્દ્રની મોદી સરકારે પ્રધાન, મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન જો 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમણે જે તે પદનો ત્યાગ કરવો પડશે. આ બિલ અંતર્ગત ગંભીર ફોજદારી આરોપોમાં 30 દિવસ માટે ધરપકડ કરાયેલા વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અને પ્રધાનોને દૂર કરવાની જોગવાઈ છે.

ગંભીર ફોજદારી કેસ નોંધાયા

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના રિપોર્ટ મુજબ, 10 એટલે કે 33 ટકા મુખ્યપ્રધાનોએ તેમની સામે નોંધાયેલા ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે, જેમાં હત્યાના પ્રયાસ, અપહરણ, લાંચ અને ફોજદારી ધાકધમકી સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.

ADR એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તેણે રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ 30 વર્તમાન મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. આ ડેટા તેમની છેલ્લી ચૂંટણી લડતા પહેલા તેમના દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાંથી લેવામાં આવેલ છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક
કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક
જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ
જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ
અમેરિકાનો ઈરાન કરજ B1 બ્રિજ પર હુમલા બાદ TV9નો રિપોર્ટ, જુઓ Video
અમેરિકાનો ઈરાન કરજ B1 બ્રિજ પર હુમલા બાદ TV9નો રિપોર્ટ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">