કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું, કેમેરામાં કેદ થયો અદભૂત નજારો, જુઓ Video
કચ્છના નાના રણમાં વછરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાની પ્રજાતિનું ફેનેક શિયાળ કેમેરામાં કેદ થયું. ફેનેક શિયાળ લુપ્ત થતી પ્રજાતિનું પ્રાણી ગણાય છે. વન વિભાગની ટીમના પેટ્રોલિંગ સમયે શિયાળ નજરે પડ્યું. મોટાભાગે સહારાના રણમાં જોવા મળતું ફેનેક શિયાળ કચ્છના નાના રણમાં દેખાતા કૂતુહલ સર્જાયું.
સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણ વિસ્તારમાં એક અદભૂત દ્રશ્ય સામે આવ્યું છે. વછરાજ બેટના પાછળના ભાગમાં ફોરેસ્ટ વિભાગની ટીમ નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે એક દુર્લભ પ્રાણી કેમેરામાં કેદ થયું. આ ઘટનાએ સ્થાનિક તેમજ વન્યજીવન પ્રેમીઓમાં ભારે કૌતુક જગાવ્યું છે.
કેમેરામાં કેદ થયેલું આ પ્રાણી વિશ્વના સૌથી નાના કદના શિયાળ તરીકે ઓળખાતું ફેનેક શિયાળ છે. સામાન્ય રીતે તેનું કદ ખૂબ નાનું હોય છે, તેની લંબાઈ આશરે એક ફૂટ જેટલી હોય છે અને તેનું વજન માત્ર એક કિલોગ્રામ જેટલું હોય છે. તેના મોટા કાન અને નાનું શરીર તેને અન્ય શિયાળોથી અલગ ઓળખ આપે છે.
વન વિભાગ માટે પણ આ એક મહત્વપૂર્ણ નોંધ છે, કારણ કે આ પ્રાણીની હાજરી પર્યાવરણમાં થતા બદલાવ અથવા નવા માઇગ્રેશન પેટર્ન તરફ સંકેત આપી શકે છે. હવે આ વિસ્તારમાં વધુ નજર રાખવામાં આવશે જેથી આ દુર્લભ પ્રાણી વિશે વધુ માહિતી મેળવી શકાય.
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
