Pakistan : ‘ખુરશી’ સંકટમાં જોઈ ઈમરાનના તેવર બદલાયા, પાર્ટીના સાંસદો માટે જાહેર કર્યું ફરમાન

PTIની નેશનલ એસેમ્બલીના સભ્યોને લખેલા પત્રમાં ઈમરાન ખાને લખ્યું છે કે, નેશનલ એસેમ્બલીમાં PTIના તમામ સભ્યો મતદાનથી દૂર રહેશે અથવા ઠરાવ પર વોટિંગ થશે તે તારીખે નેશનલ એસેમ્બલીની બેઠકમાં હાજરી આપશે નહીં.

Pakistan : 'ખુરશી' સંકટમાં જોઈ ઈમરાનના તેવર બદલાયા, પાર્ટીના સાંસદો માટે જાહેર કર્યું ફરમાન
PM Imran Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 6:47 AM

Pakistan :  પાકિસ્તાનમાં પોતાની ખુરશી બચાવવાનો પ્રયાસ કરી રહેલા વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) મંગળવારે તેમની પાર્ટીના ધારાસભ્યોને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના(NO Trust Motion)  દિવસે મતદાન કરવાથી દૂર રહેવા અથવા તે દિવસે નેશનલ એસેમ્બલીના (National Assembly) સત્રમાં ભાગ ન લેવા જણાવ્યુ છે.પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સાંસદોને લખેલા પત્રમાં વડાપ્રધાન ખાને કહ્યું કે, “PTIના તમામ સભ્યોએ તે દિવસે નેશનલ એસેમ્બલીની બેઠકમાં મતદાન કરવાથી દૂર રહેવુ જોઈએ, જ્યારે આ પ્રસ્તાવ પર મતદાન કરવાનું હોય ત્યારે હાજરી આપશો નહીં.”

ઈમરાને કહ્યું કે, તમામ સભ્યોએ તેમના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને પાકિસ્તાનના બંધારણની કલમ 63 (A)ની જોગવાઈ પાછળના ઈરાદાને ધ્યાનમાં રાખવો જોઈએ. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા નથી અને ખાન આ પડકારનો સામનો કરનારા ત્રીજા વડાપ્રધાન છે. ગુરુવારે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન એપ્રિલના પહેલા સપ્તાહમાં થઈ શકે છે.

ઈમરાન અવિશ્વાસ પ્રસ્તાવ જીતશેઃ શેખ રશીદ

સોમવારે નેશનલ એસેમ્બલીના સત્ર દરમિયાન વિપક્ષી દળોએ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા પછીની તાજેતરની રાજકીય પરિસ્થિતિ પર રાશિદે(Rashid Shekh))  વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, 31 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, ત્યારબાદ 3 એપ્રિલે મતદાન થશે. સાથે તેણે દાવો કર્યો હતો કે આમાં ઈમરાનનો વિજય થશે. તેમણે વધુમાં કહ્યું કે, તમામ વિમુખ થયેલા સાથી પક્ષો ખાનની આગેવાની હેઠળની સરકારને ટેકો આપવા માટે પાછા આવશે, જેમ કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદ (PML-Q) દ્વારા કરવામાં આવ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેમણે એમ પણ કહ્યું હતું કે સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને વિરોધ પક્ષોએ રવિવાર અને સોમવારે અલગ-અલગ રાજકીય રેલીઓ યોજ્યા બાદ તમામ રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે અને શહેરના એક ભાગમાં કોઈ નાકાબંધી લાદવામાં આવી નથી. રશીદે એમ પણ કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ રાજધાનીને મોટી ઘટનાથી બચાવતા ઓછામાં ઓછા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે

આ પણ વાંચો  : વોશિંગ્ટનમાં ભારત-યુએસ 2+2 મંત્રણા યોજાશે, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ જયશંકર ભાગ લેશે

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">