Jammu Kashmir: NIAએ લશ્કર-એ-તૈયબના પાકિસ્તાની આતંકવાદી વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ, જાણો શું છે સમગ્ર મામલો?
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસ સાથે જોડાયેલા કેસમાં પાકિસ્તાની આતંકવાદી અલી બાબરની ધરપકડ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investing Agency)એ શનિવારે લશ્કર-એ-તૈયબના પાકિસ્તાની આતંકવાદી (Terrorist) અલી બાબર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસ સાથે જોડાયેલા કેસમાં બાબરની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ અંગે શરૂઆતમાં 2021માં જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. બાદમાં NIAએ તપાસ સંભાળી અને ફરીથી કેસ નોંધ્યો હતો.
ચાર્જશીટ જમ્મુની NIA સ્પેશિયલ કોર્ટમાં IPCની કલમ 120B, 121, 121A, 122, 307, 326, 333 અને 353, UA (P) એક્ટની કલમ 16, 18, 20, 23 અને 38, આર્મ્સ એક્ટની કલમ 27 કલમ 3 હેઠળ દાખલ કરવામાં આવી હતી. આ સિવાય અન્ય કેટલીક કલમો હેઠળ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
NIA files Chargesheet against a Pakistani Terrorist of Lashkar-e-Taiba, in case of infiltration by LeT Terrorists in Uri, Jammu and Kashmir. pic.twitter.com/82aleHuY5u
— ANI (@ANI) March 26, 2022
ગુનાહિત સામગ્રીનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો
તમને જણાવવુ રહ્યું કે આ મામલો LOCના ઉરી સેક્ટરમાં ભારતીય સેના (Indian Army) દ્વારા ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસ સાથે સંબંધિત છે. ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અને પાકિસ્તાની આતંકવાદી ઈમદાદુલ્લા ઉર્ફે અલી બાબર અને તેના સહયોગી અતીક-ઉર-રહેમાન ઉર્ફે કારી અનસ ઉર્ફે અબુ અનસની ધરપકડ કરી હતી. સાથે જ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની આતંકવાદીઓના કબજામાંથી હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો અને અન્ય ગુનાહિત સામગ્રીનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
પુલવામામાં લશ્કરના 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી
ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા 6 આતંકીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ આતંકવાદીઓ લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા હતા, તેઓ આશ્રય આપતા હતા અને યુવાનોને હાઈબ્રીડ આતંકવાદીઓ તરીકે કામ કરવા પ્રેરિત કરતા હતા.
આ પણ વાંચો : Jammu-Kashmir: આતંકવાદીઓ નથી બંધ કરી રહ્યા તેમની નાપાક હરકતો, બડગામમાં SPOની ગોળી મારીને કરી હત્યા
આ પણ વાંચો : ભારત અને માલદીવ વચ્ચે મુસાફરી બનશે સરળ, બંને દેશો આ બાબત પર થયા સહમત