દેશમાં રાહતના સમાચાર, 24 કલાકમાં 2.5 લાખ નવા કેસ નોંધાયા, 2.67 લાખ લોકોએ આપી કોરોનાને મ્હાત

દૈનિક સંક્ર્મણ દર 15.52 ટકા છે. નવા કેસની વાત કરવામાં આવે તો સોમવારની સરખામણીમાં આજે 50,190 ઓછા નવા કેસ જોવા મળ્યા છે. સોમવારે કોરોનાના 3,06,064 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં રાહતના સમાચાર, 24 કલાકમાં 2.5 લાખ નવા કેસ નોંધાયા, 2.67 લાખ લોકોએ આપી કોરોનાને મ્હાત
corona case in india ( PS : PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 10:19 AM

ભારતમાં કોરોનાના (corona) કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના 2.5 લાખ નવા કેસ નોંધાયા છે અને 614 લોકોના મોત થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સાજા થનારા લોકોની સંખ્યા 2.67 લાખ નોંધાઈ છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22 લાખથી વધુ છે. તે જ સમયે, દૈનિક સંક્ર્મણ દર 15.52 ટકા અને સાપ્તાહિક ચેપ દર 17.17 ટકા છે. નવા કેસોમાં ઘટાડાની વાત કરીએ તો દેશમાં ગઈકાલની સરખામણીએ 50,190 ઓછા કેસ નોંધાયા છે, ગઈકાલે કોરોના વાયરસના 3,06,064 કેસ હતા.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 162.92 કરોડ ડોઝ  આપવામાં આવ્યા છે. તે જ સમયે, એક્ટિવ કેસોની સંખ્યા 22.36 લાખ છે, જે કુલ કેસના 5.62 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2,67,753 કોરોના દર્દીઓએ મહામારીને મ્હાત આપી છે. આ સાથે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,70,71,898 થઈ ગઈ છે.

હાલમાં દેશમાં રિકવરી રેટ 93.15 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 71.88 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેમાંથી સોમવારે 16,49,108  સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સોમવારે દેશમાં 62,29,956 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે કુલ રસીકરણનો આંકડો 1,62,92,09,308 પર પહોંચ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1,77,12,517  સેશનમાં કરવામાં આવેલા રસીકરણને કારણે આ સફળતા મળી છે.

ગુજરાતમાં કોરોના કેસ(Corona case)નો ગ્રાફ ધીરે-ધીરે ઘટી રહ્યો છે. માત્ર બે દિવસમાં જ નવા કેસમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને નવા કેસની સંખ્યા ઘટીને 14 હજાર નીચે પહોંચી છે. જો કે એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 25 દર્દીના મોત (Death from corona) થયા હોવાનું સામે આવ્યુ છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના 1 લાખ 35 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જે પૈકી 284 કોરોના દર્દી વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે અને 1 લાખ 34 હજારથી વધુ દર્દીની સ્થિતિ સ્થિર છે.

કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં 162.97 કરોડ (1,62,97,18,725) રસીઓ રાજ્યોને સપ્લાય કરવામાં આવી છે, જેમાંથી 13.42 કરોડ (13,42,75,821) રસીઓ હજુ બાકી છે.

આ પણ વાંચો : Republic Day: આતંકવાદી ઘૂસણખોરીને લઈને આંતરરાષ્ટ્રીય સરહદો પર ચેતવણી, હવામાનને ધ્યાનમાં લીધા વિના સૈનિકો ખડેપગે

આ પણ વાંચો  : Bank Holidays in February 2022: ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંક રહેશે બંધ, રજાઓની યાદી જાણી લો નહીંતર ધક્કો પડશે

Latest News Updates

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં