AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

President Election 2022: જાણો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના ધારાસભ્યોના મતની કેટલી છે તાકાત ?

સાંસદો (MP) અને ધારાસભ્યો (MLA) દ્વારા પડેલા મતોની કિંમત એક કરતા વધુ છે. એક તરફ લોકસભા અને રાજ્યસભાના સાંસદોના મતનું મૂલ્ય 708 છે. ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્યોમાં વસ્તી ગણતરી જેવી બાબતો પર નિર્ભર કરે છે.

President Election 2022: જાણો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના ધારાસભ્યોના મતની કેટલી છે તાકાત ?
જાણો ગુજરાતના MLAના મતનું મૂલ્ય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 11:21 AM
Share

આજે 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી ( President Election ) માટે લગભગ 4800 સાંસદો અને ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં એક તરફ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) છે તો બીજી તરફ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) છે. રાજકીય પાર્ટીના સમર્થન અને તેનાથી બનનાર આંકડાના ગણિતની વાત કરીએ તો એનડીએના ઉમેદવારની જીત નક્કી જેવી છે. દ્રોપદી મુર્મૂના સમર્થનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં 60 ટકાથી વધુ મત પડવાની આશા છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે 18 જુલાઈએ મતદાન થયા બાદ કાઉન્ટિંગ 21 જુલાઈએ થશે અને નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે.

ગુજરાતના 178 MLA મતદાન કરશે

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગુજરાતના 178 MLA મતદાન કરશે. ધારાસભ્યો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 સુધી મતદાન કરશે.  ગુજરાત વિધાનસભાની 3 બેઠક ખાલી અને એક બેઠકની ચૂંટણી રદ થયેલી છે. જેના પગલે ભાજપના 111, કોંગ્રેસના 63, NCPના 1, BTPના 2 ધારાસભ્યો મતદાન કરશે. લોકસભાના 26 અને રાજ્યસભાના 11 સાંસદો મતદાન કરશે. રાજ્યસભાના 11 પૈકી 8 સાંસદ ભાજપના અને 3 કોંગ્રેસના છે. તો ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠક પર ભાજપના સાંસદ છે.

એક મતની કિંમત ‘એક’ નથી

સાંસદો અને ધારાસભ્યો દ્વારા પડેલા મતોની કિંમત એક કરતા વધુ છે. એક તરફ લોકસભા અને રાજ્યસભાના સાંસદોના મતનું મૂલ્ય 708 છે. ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્યોમાં વસ્તી ગણતરી જેવી બાબતો પર નિર્ભર કરે છે. ધારાસભ્યના મતની ગણતરી કરવા માટે, રાજ્યની વસ્તીને વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા દ્વારા વિભાજિત કરવામાં આવે છે. આ પરિણામને આગળ 1000 હજાર વડે વિભાજિત કરવામાં આવે છે. જો આપણે રાજ્યો મુજબ જોઈએ તો, ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય સૌથી વધુ 208 છે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં આ આંકડો 8 છે.

MLAના મતનું મૂલ્ય

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અલગ-અલગ રાજ્યોના ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. ઉત્તર પ્રદેશના 403 ધારાસભ્યોમાંથી દરેકના મતનું મૂલ્ય 208 છે, એટલે કે તેના કુલ મતનું મૂલ્ય 83 હજાર 824 છે. તો તમિલનાડુ અને ઝારખંડના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 176 છે. મહારાષ્ટ્રનું 175, બિહારના 173 અને આંધ્ર પ્રદેશમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 159 અને ગુજરાતના ધારાસભ્યોનું મૂલ્ય 147 છે. સિક્કિમમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 7 છે. તો મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાં 8-8, નાગાલેન્ડમાં 9, મેઘાલયનું 17, મણિપુરનું 18 અને ગોવાનું મત મૂલ્ય 20 છે.

કુલ આંકડાઓ પર નજર કરીએ

રાજ્યસભા અને લોકસભાના સાંસદોના મતોનું મૂલ્ય 5 લાખ 59 હજાર 408 છે. જ્યારે ધારાસભ્યોના મામલે આ સંખ્યા 5 લાખ 49 હજાર 495 છે. આવી સ્થિતિમાં ઈલેક્ટોરલ કોલેજનો આંકડો 10 લાખ 98 હજાર 903 પર પહોંચે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">