ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાને મંજૂરી, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના સવાલનો રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ આપ્યો જવાબ

ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન રૂ. 3,194 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાને મંજૂરી અપાઈ છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીએ જવાબ આપ્યો છે.

ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાને મંજૂરી, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના સવાલનો રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ આપ્યો જવાબ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 5:27 PM

ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન રૂ. 3,193.53 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર અથવા સ્વીકૃત કરવામાં આવી છે અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ રૂ. 50,013 કરોડના ખર્ચે અને કુલ 2077.46 કિલોમીટરની લંબાઇને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પૂલ, નાના અને મોટા પૂલ અને બ્લેક સ્પોટ રેટીફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે અથવા તો તેના કામ આપી દેવામાં આવ્યા છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ 15 માર્ચ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. પરિમલ નથવાણીએ ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પૂર્ણ થયેલા/નિર્માણ હેઠળના નેશનલ હાઈવે પ્રોજેક્ટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. તેમણે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે ગુજરાત રાજ્ય માટે મંજૂર કરાયેલા નવા નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ (આયોજિત રોકાણો સહિત) વિશેની વિગતો પણ માંગી હતી.

આગામી ત્રણથી પાંચ વર્ષ માટે પ્રસ્તાવિત યોજનાઓ પરના પ્રશ્નના સંદર્ભમાં ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને જાળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડીપીઆર, ટ્રાફિકનું પ્રમાણ, અગ્રતાક્રમ અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનાર યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યુ હતુ કે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે કોઈ યોજનાને મંજૂરી આપવામાં આવી નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આગામી સમયની મહત્વની યોજનાઓઃ

  1. સાબરમતી નદી પર 820 કરોડના ખર્ચે ફોર લેન એલિવેટેડ કોરિડોર, શાસ્ત્રી બ્રિજ સહિત
  2. સાબરમતી નદી પર રૂ. 68.42 કરોડના ખર્ચે વધારાનો ફોર લેન બ્રિજ અને તેના એપ્રોચીસ
  3. એનએચ – 68ના પાટણ-ગોઝારિયા વિભાગના કુલ 76.94 કિમી લંબાઈના માર્ગનું રૂ. 1181.34 કરોડના ખર્ચે અપગ્રેડેશન
  4. એનએચ – 927ડી પર ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનના કુલ 58.115 કિમી લંબાઈના માર્ગને પહોળો કરવા તથા તેનું મજબૂતીકરણ કરવા માટે રૂ. 246.6 કરોડના ખર્ચે થશે

આ પણ વાંચો: Gujarat : ગડકરીનું ‘માર્ગ’દર્શન ! કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નેશનલ હાઈવેના પ્રોગ્રેસ અને આગામી લક્ષ્યાંકો અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી ચર્ચા

g clip-path="url(#clip0_868_265)">