ગુજરાતની જેલોમાં ઉભરાઈ રહ્યા છે કેદીઓ, જાણો ક્ષમતા કરતા કેટલા વધુ કેદીઓ છે કેદ !
Gandhinagar News : ગુનાખોરીનું પ્રમાણ વધતા સ્થિતિ એવી આવી ગઇ છે કે ગુજરાતની જેલો કેદીઓથી ઊભરાઇ ગઇ છે. જેલોમાં ક્ષમતા કરતા પણ વધુ કેદીઓ ઠસોઠસ ભરવા પડી રહ્યા છે.
ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. આ સાથે જ ગુજરાતની જેલોમાં કેદીઓનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ગુનાખોરીનું પ્રમાણ વધતા સ્થિતિ એવી આવી ગઇ છે કે ગુજરાતની જેલો કેદીઓથી ઊભરાઇ ગઇ છે. જેલોમાં ક્ષમતા કરતા પણ વધુ કેદીઓ ઠસોઠસ ભરવા પડી રહ્યા છે. ગુજરાતમાં હાલ કેપીસિટી કરતા વધુ કેદીઓ કેદ છે.
ક્ષમતા કરતા વધુ કેદીઓ જેલમાં પુરાયેલા
ગુજરાતમાં આવેલી જેલો હાલ હાઉસફુલ થઇ છે. ગુજરાતમા હાલમાં જેલની કેપેસિટી 13, 999 કેદીની છે. જો કે જેલોમાં 16,597 જેટલા કેદી બંધ છે. જેલની કેપિસીટી કરતા બમણા કેદી એટલે કે 23 હજાર આરોપી હજુ તો ભાગેડુ જાહેર કરાયા છે. ત્યારે જો આ કેદી પકડાય તો તેમને ક્યાં રાખવા એ એક મોટો પ્રશ્ન છે.
ગુજરાતમાં વધી ગુનાખોરી
ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. ચોરી, લૂંટ, દારુ, દુષ્કર્મ, ડ્રગ્સ, હત્યા જેવા ગુનાઓના કેસ રોજબરોજ વધતા જઇ રહ્યા છે. ત્યારે પોલીસ પણ ગુનેગારો સામે કાર્યવાહી કરી રહી છે. જેના કારણે જેલો હવે કેદીઓથી ઉભરાવા લાગી છે. એટલા પ્રમાણમાં કેદીઓ પકડવા લાગ્યા છે કે હવે જેલ પણ નાની પડવા લાગી છે.
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા આ આંકડા જાહેર કરાયા
ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતા 2600 જેટલા કેદીઓની સંખ્યા વધારે છે. એટલે કે જેલમાં કેદીઓને ઠાંસીઠાંસીને ભરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ક્ષમતા કરતા વધુ કેદીઓ સમાવવામાં આવતા જેલ તંત્રને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
123 જેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા નહીં
ગુજરાતમાં અત્યારે 123 જેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા નથી, એક તરફ સરકાર પોલીસના મોરલ અને પોલીસ વિભાગના આધુનિકીકરણની વાતો કરે છે ત્યારે 25 કરોડથી વધુની ગ્રાન્ટ છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર દ્વારા છૂટી કરાઈ ન હોવાની બાબત પણ સામે આવી છે.
ગુજરાતની જેલોમાં અવારનવાર મોબાઇલ ફોન સહિતની અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવતી હોય છે. તેવામાં જેલ હાઉસફુલ થઇ જતા આવી પ્રવૃત્તિઓને પકડવી પણ પડકારરુપ બની જતી હોય છે.