મુંબઈની લેખિકા પર 5 સ્ટાર હોટલમાં બળાત્કાર, અંડરવર્લ્ડ ડોન Dawood Ibrahimના નામથી ધમકી, બિઝનેસમેન સામે નોંધાઈ FIR

મુંબઈ પોલીસ (Mumbai Police)ના જણાવ્યા અનુસાર આરોપીએ પીડિતાને Dawood Ibrahimના નામથી ધમકી આપી હતી. આરોપ છે કે મહિલા આરોપી બિઝનેસમેન સામે ફરિયાદ ન નોંધાવવા માટે તેને 'ડી' ગેંગ તરફથી ફોન પણ આવ્યો હતો.

મુંબઈની લેખિકા પર 5 સ્ટાર હોટલમાં બળાત્કાર, અંડરવર્લ્ડ ડોન Dawood Ibrahimના નામથી ધમકી, બિઝનેસમેન સામે નોંધાઈ FIR
Mumbai raped in 5 star hotel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 12:38 PM

મહારાષ્ટ્ર (Maharashtra)ના મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલમાં 35 વર્ષીય લેખિકા પર બળાત્કાર (Rape In Mumbai)નો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોટી વાત એ છે કે આ રેપ કેસમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના નામે રેપ પીડિતાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો હું તેને (પીડિતા) મારી નાખીશ. પીડિત મહિલાએ આરોપી વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

‘ડી’ ગેંગે ફોન પર આપી ધમકી!

મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી એક ફાઈવ સ્ટાર હોટલમાં એક બિઝનેસમેન (ઉ.વ 75) પર લેખક (ઉ.વ 35) પર બળાત્કાર કરવાનો આરોપ છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 376(2)N,504 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના નામે રેપ પીડિતાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તે ફરિયાદ કરશે તો હું તેને મારી નાખીશ. ચોંકાવનારી વાત એ છે કે મહિલાએ આરોપ લગાવ્યો છે કે વેપારી વિરુદ્ધ ફરિયાદ ન નોંધવા માટે તેને ‘ડી’ ગેંગ તરફથી ફોન પણ આવ્યો હતો.

MIDC પોલીસ મહિલાના દાવાની તપાસ કરશે

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી બિઝનેસમેને પીડિત મહિલા પાસેથી 2 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તેને પરત કરી ન હતી. આરોપ છે કે જ્યારે પીડિત મહિલાએ પોતાના પર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો આરોપી બિઝનેસમેને દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા લોકો દ્વારા તેનું નામ લઈને મહિલાને સીધી ધમકી આપી. તેણીને ધમકી આપવામાં આવી હતી કે જો તેણી આ અંગે કોઈને કંઈ કહેશે તો તેણીને મારી નાખીશ. હાલ આ કેસની તપાસ આંબોલી પોલીસમાંથી MIDC પોલીસને સોંપવામાં આવી છે. MIDC પોલીસ મહિલાના દાવાઓની તપાસ કરી રહી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બળાત્કાર પીડિતાને દાઉદનું નામ લઈને ધમકી!

પીડિત મહિલાના કહેવા પ્રમાણે, વેપારીએ તેની પાસેથી 2 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તે પરત કરી ન હતી. તેમજ પીડિત મહિલાએ જ્યારે તેના પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વેપારીએ કુખ્યાત ગુંડા દાઉદ ઈબ્રાહિમના નામે મહિલાને સીધી ધમકી આપી છે. વેપારીએ તેને કહ્યું કે દાઉદ ઈબ્રાહીમ મારો મિત્ર છે અને હાજી મસ્તાન મારી પત્નીની બહેનનો પતિ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">