EDએ મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબને પાઠવ્યું સમન, મની લોન્ડરિંગ કેસમાં બુધવારે પૂછપરછ માટે બોલાવ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પરિવહન પ્રધાનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. અનિલ પરબને (Anil Parab) બુધવારે (15 જૂન) હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

EDએ મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબને પાઠવ્યું સમન, મની લોન્ડરિંગ કેસમાં બુધવારે પૂછપરછ માટે બોલાવ્યા
Maharashtra Transport Minister Anil Parab (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 11:50 PM

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબ (Anil Parab) ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમને બુધવારે (15 જૂન) પૂછપરછ માટે બોલાવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, EDએ આ સમન અનિલ પરબને મની લોન્ડરિંગ (Money Laundering Case) કેસમાં મોકલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિલ પરબને રત્નાગિરી જિલ્લાના દાપોલી રિસોર્ટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. EDએ અગાઉ 26 મેના રોજ અનિલ પરબ અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. પરબના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન ઇડીએ તેમની સામે કેસ નોંધ્યો હતો.

આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ પૂછપરછ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ કબૂલાત કરી છે કે, દલાલી લઈને પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડના કેસમાં અનિલ પરબ શિવસેના વતી તેમને લીસ્ટ આપતા હતા અને તેઓ તેમની સૂચના મુજબ પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનું કામ કરતા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ED અનિલ પરબની ફરી પૂછપરછ કરશે, એમ ન્યૂઝ એજન્સી ANIએ માહીતી આપી

પરબ કહે છે કે દાપોલી રિસોર્ટ તેમનું નથી, તો મની લોન્ડરિંગ કેવી રીતે થયું?

ભાજપના નેતા કિરીટ સોમૈયાના કહેવા પ્રમાણે, રત્નાગીરીના દાપોલી રિસોર્ટને અનિલ પરબે કરોડો રૂપિયા રોકડા આપીને ખરીદ્યું છે અને તેમાં ગેરરીતિ કરી છે. સોમૈયાના કહેવા પ્રમાણે, કેન્દ્રીય પર્યાવરણીય કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે તે જમીન પર રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ અનિલ પરબ કહેતા હતા કે આ રિસોર્ટ તેમનું નથી. આ રિસોર્ટ સદાનંદ કદમનું છે. આ અંગે કિરીટ સોમૈયા કહે છે કે જો આ રિસોર્ટ તેમનું નથી તો તેઓ તેના માટે પ્રોપર્ટી ટેક્સ કેમ ભરે છે.

મામલો એવો છે કે રિસોર્ટની તૈયારીમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમોની અવગણના કરવામાં આવી હતી અને કરોડો રૂપિયાની રોકડમાં ડીલ કરવામાં આવ્યો હતો. માર્ચમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન EDને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ મુજબ પરબે 2017માં દાપોલીમાં એક કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી. 2019માં નોંધાયેલી આ જમીન 2020માં સદાનંદ કદમને 1.10 કરોડમાં વેચવામાં આવી હતી. આ પછી કરોડો રૂપિયા રોકડા ખર્ચીને રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સોમૈયાના મતે અનિલ પરબ અને સદાનંદ કદમ આમાં ભાગીદાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">