જર્મનીમાં રહેતા શાહ પરિવારની બાળકીને ઇજા પહોચી તો જર્મન સરકારે કબજો લઈ લીધો, 10 મહિનાથી પરિવાર દીકરીના કબજા માટે રઝળી રહ્યો છે

કોઈ કારણોસર અરીહાને ઈજા પહોંચી અને જ્યારે તેઓ ડૉક્ટરને દેખાડવા ગયા તો કહ્યું કોઈ ગંભીર મામલો નથી. પણ જ્યારે બીજી વખત તબીબ પાસે શાહ પરિવાર અરીહાને લઈને પહોંચ્યું તો જર્મન સરકારના અધીકારીઓએ અરીહાનો કબજો લઈ શાહ દંપત્તી પર જાતીય શોષણનો આરોપ લગાવી દીધો

જર્મનીમાં રહેતા શાહ પરિવારની બાળકીને ઇજા પહોચી તો જર્મન સરકારે કબજો લઈ લીધો, 10 મહિનાથી પરિવાર દીકરીના કબજા માટે રઝળી રહ્યો છે
Shah family
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 6:11 PM

વિદેશમાં રહેવું સ્થાયી થવું કોઈ નવી વાત નથી, પણ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદેશમાં કહેવાતા જડ કાયદાઓના કારણે એક માસૂમનું જીવન નર્ક બની ગઈ છે. માતા-પિતા બાળકી (daughter) ને રોજિંદા મળી શકતા નથી. ન પોતાની સાથે રાખી શકે છે. એવું તો શું થયું જર્મની (Germany) ના બર્લિનમાં સ્થાયી થયેલા મુંબઈ (Mumbai) ના ગુજરાતી જૈન પરિવાર સાથે. શા માટે એક મા પોતાના માસૂમને નથી મળી શકતી. વિદેશની ધરતી પર ઘટેલી એક માસૂમની દર્દનાક કહાણી અહીં વિગતવાર રજૂ કરી છે.

અરીહા નામની આ બાળકીએ આ દુનિયામાં મંડાણ કર્યાને હજુ થોડા જ મહિનાઓ થયા છે. પણ આ માસૂમ બાળકી આજે માની મમતા જંખી રહી છે. વિદેશી ધરતી પર કાયદાની આંટીઘૂંટીમાં માની મમતા અને પિતાનો પ્રેમ ફસાઈ ચૂક્યો છે. સ્થિતિ એ છે કે દોઢ વર્ષની અરીહા ન પોતાની માતાને મળી શકે છે ન પિતાને. માતાના રૂદનની આ કણસ સાંભળી તમારો જીવ પણ ઉકળતા ચરૂને જેમ સળગી ઉઠશે.

જર્મનીમાં રહેતા ભાવશે શાહ અને ધારા શાહ સિદ્ધીઓ હાંસલ કરવાના સપના સાથે વતનની મહેક છોડી મુંબઈથી જર્મની સ્થાયી થયા. વર્ષ 2021માં પરિવારમાં એક ફુલ ખિલ્યું. જેનું નામ છે અરીહા. ઘરની લક્ષ્મી અને પૌત્રીની સારસંભાળ માટે મુંબઈથી દાદા-દાદી રાજીખુશી જર્મની પહોંચ્યા હતા. બધુ જ બરોબર ચાલી રહ્યું હતું, પણ એક દિવસ એવો આવ્યો જેણે માતા-પિતા-દાદા-દાદી બધાથી જ અરીહાને દૂર કરી દીધી છે. એક જ ઝાટકે જર્મન સરકારે અરીહાને શાહ પરિવારથી દૂર કરી દીધી.

આ પણ વાંચો

કોઈ કારણોસર અરીહાને ઈજા પહોંચી અને જ્યારે તેઓ ડૉક્ટરને દેખાડવા ગયા તો કહ્યું કોઈ ગંભીર મામલો નથી. પણ જ્યારે બીજી વખત તબીબ પાસે શાહ પરિવાર અરીહાને લઈને પહોંચ્યું તો જર્મન સરકારના અધીકારીઓએ અરીહાનો કબજો લઈ શાહ દંપત્તી પર જાતીય શોષણનો આરોપ લગાવી દીધો છે. શાહ પરિવારની પગ નીચેથી જમીન સરકી ગઈ. જર્મન ભાષાથી અજાણ માતા-પિતાએ દલીલો કરી આજીજી કરી પણ માનવાધિકારનો ઝંડો પકડી ફરતા જર્મન અધિકારીઓએ દંપત્તીની એક વાત ન સાંભળી. આજે જાતીય શોષણનો આરોપ તો રદ થયો પણ કાયદાની ગૂંચવણ એટલી જટીલ છે કે છેલ્લા 10 મહિનાથી પોતાની માસૂમનો કબ્જો નથી મેળવી શક્યા.

મૂળ વાત એ છે કે આજે કાયદામાં ફસાયેલા પેચના કારણે અરીહાની જિંદગી નર્ક બની ગઇ છે. અરીહાની ફોસ્ટર હોમમાં સ્થાનિક જર્મન પરિવાર સારસંભાળ કરી રહ્યું છે. ન ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન અપાઈ રહ્યું છે, ન તો શાકાહારી ભોજન. જૈન પરિવાર દુઃખમાં દિવસો પસાર કરી રહ્યો છે. પરિવારને એક જ ચિંતા સતાવી રહી છે કે અરીહાના ભવિષ્યનું શું. શાહ પરિવારે ન્યાય માટે ભારતીય વિદેશ મંત્રાલયના પણ દરવાજા ખખડાવ્યા છે. પરિવારની એક જ માગ છે કે અરીહાને વહેલીતકે ભારત લાવવામાં મદદ મળે અને પરિવારને કબજો સોંપવાામં આવે,જેથી એક ફૂલ ખીલી શકે, હસી શકે, અને ભવિષ્ય બનાવી શકે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">