AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: વરસાદના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા કૃષિમંત્રીએ ખેતરોની મુલાકાત લીધી

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ખાતરી આપી હતી કે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે.

Panchmahal: વરસાદના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા કૃષિમંત્રીએ ખેતરોની મુલાકાત લીધી
Agriculture Minister visited the fields
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 3:01 PM
Share

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ગત સપ્તાહમાં વરસેલા ભારે વરસાદ (Rain) ને લઈને થયેલા નુક્સાન (damage) નું જાત નિરીક્ષણ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) કર્યું હતું. તેઓ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ડુમા ગામમાં પહોંચ્યા હતા અને જાતે જ વાસ્તિવક સ્થિતિની જાણકારી મેળવી હતી. જ્યાં કૃષિ મંત્રીએ ખેડૂતોને થયેલા નુક્સાનનું પૂરેપૂરું અને યોગ્ય વળતરની જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા નુક્સાનીનો સર્વે પૂર્ણ થયા બાદ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં ગત સપ્તાહે મેઘરાજા અનરાધાર વરસ્યા હતા, જેને લઈને ખેતીને ભારે નુકસાન તેમજ માર્ગો, પુલ, કોઝવે પણ ધોવાયા હતા. જિલ્લામાં સૌથી વધારે વરસાદ જાંબુઘોડા તાલુકામાં વરસ્યો હતો. જાંબુઘોડા તાલુકામાં સિઝનનો 114% વરસાદ વરસ્યો હતો. તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદને લઈને ભારે તારજી સર્જાઈ હતી. જાંબુઘોડા તાલુકામાં ઓછા સમયમાં વરસેલા વધુ વરસાદને લઈને ખેતીના વિવિધ પાકોને ભારે નુકસાન થવા પામ્યું તો બીજી તરફ ધોધમાર વરસાદને લઈને ખેડૂતોની જમીનનું ધોવાણ પણ મોટી સંખ્યામાં થવા પામ્યું છે. જાંબુઘોડા તાલુકામાં ખેતીના પાકો તેમજ જમીન ધોવાણનો સર્વે હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ જાંબુઘોડા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો

સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે જાંબુઘોડા તાલુકાના ડુમા ગામમાં કૃષિ મંત્રી ભારે વરસાદને લઈને નુકસાન પામેલા ખેતરોમાં જઈને પરિસ્થિતિથી અગવત થયા હતા. કૃષિ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને પણ તાકીદ કરી હતી કે સર્વેની કામગીરી ઝડપી અને સચોટ કરવામાં આવે. કૃષિ પ્રધાન દ્વારા ખેડૂતોને ખાત્રી આપવામાં આવી હતી કે સર્વેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકાર અતિવૃષ્ટિને લઈને ખેડૂતોને થયેલા નુકસાન અંગે સંવેદનશીલ છે અને ખેડૂતોની પડખે છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે. ખેડૂતો દ્વારા પણ જાંબુઘોડા તાલુકામાં અતિવૃષ્ટિને લીધે થયેલા ભારે નુકસાન બાબતે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી સાથે ખેડૂતોએ કૃષિ પ્રધાન દ્વારા આપવામાં આવેલી ખાતરીથી સંતુષ્ટતા વ્યક્ત કરીને પણ વહેલી તકે વળતર આપવાની માંગ કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">