Mumbai Rain : ભારે વરસાદને પગલે મુંબઈ યુનિવર્સીટીએ પરીક્ષાઓ કરી રદ્દ , હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ

અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદથી (Rain )પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને ખાનગી કચેરીઓ 16 જુલાઈ સુધી બંધ રહેશે.

Mumbai Rain : ભારે વરસાદને પગલે મુંબઈ યુનિવર્સીટીએ પરીક્ષાઓ કરી રદ્દ , હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ
Heavy Rain in Mumbai (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 3:48 PM

ગુજરાતની(Gujarat ) જેમ હવે મુંબઈ(Mumbai ) માં પણ વરસાદની મહેર જોવા મળી રહી છે. ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે મુંબઈમાં પણ મેઘરાજાનું (Rain )જોર વધારે જોવા મળી રહ્યું છે. સતત ભારે વરસાદને કારણે, મુંબઈ યુનિવર્સિટીએ ગુરુવારે યોજાનારી તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. મુંબઈના નાયબ શિક્ષણ નિયામક સંદીપ સાંગવેએ મુંબઈ સહિત વિવિધ ઝોનના શિક્ષણ અધિકારીઓને ભારે વરસાદના કિસ્સામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

બુધવારે પણ દરિયાની ભારે ભરતી સાથે પડેલા ભારે વરસાદના કારણે દક્ષિણ મુંબઈના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. પેડર રોડ અને મરીન ડ્રાઇવ ખાતે તારાપોરવાલા એક્વેરિયમ નજીકના વિસ્તારમાં પાણી ભરાવા માટે રહેવાસીઓએ તંત્રને દોષિત ઠેરવ્યા હતા. ભારે વરસાદને કારણે રસ્તા પર થયેલા પાણી ભરાવાને લીધે મુંબઈગરાઓને અટવાવાનો વારો આવ્યો હતો.

વધુમાં મળતી માહિતી પ્રમાણે હાલમાં, એન્જિનિયરિંગ અને ફાર્મસીની પરીક્ષાઓ ચાલી રહી છે. જોકે ભારે વરસાદને પગલે ગુરુવારની પરીક્ષાઓ રદ કરવાનો મુંબઈ યુનિવર્સિટીનો નિર્ણય થાણે અને પાલઘરના કલેક્ટર અને પનવેલ મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યો છે. નવી મુંબઈમાં ગુરુવારે તમામ શાળાઓ બંધ રહેશે. તેમજ થાણે જિલ્લામાં ગુરુવાર અને શુક્રવારે શાળાઓ બંધ રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદથી પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને ખાનગી કચેરીઓ 16 જુલાઈ સુધી બંધ રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભારતીય હવામાન વિભાગ (IMD) એ પાલઘર, થાણે, રાયગઢ, નાસિક, પુણે અને કોલ્હાપુર જિલ્લામાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં હવામાન ખાતા તરફથી ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને તંત્ર એલર્ટ સ્થિતિ માં છે. લોકોને વરસાદી પાણીના ભરાવાને લીધે કોઈ તકલીફ ન થાય તે બાબતનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં લોકોને વગર કારણે ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ તંત્ર તરફથી આપવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">