Ahmedabad: બાકરોલ પાંજરાપોળમાં ગાયોના મોતનો મામલો ગરમાયો, વિપક્ષના નેતા અને માલધારી આગેવાનો સહિતના લોકો બાકરોલ પહોંચ્યા

ગઇકાલે બાકરોલ પાંજરાપોળની હાલતનો સમગ્ર ચિતાર ટીવી9 દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. બાકરોલ પાંજરાપોળમાં ગાયોની યોગ્ય માવજત નહિ થતી હોવાનો એહવાલ સામે આવતા જ હવે સેવાભાવી સંસ્થાઓ, ગૌપ્રેમિઓ બાકરોલ આવી પહોંચ્યા હતા.

Ahmedabad: બાકરોલ પાંજરાપોળમાં ગાયોના મોતનો મામલો ગરમાયો, વિપક્ષના નેતા અને માલધારી આગેવાનો સહિતના લોકો બાકરોલ પહોંચ્યા
death of cows in Ahmedabad's Bakarol panjrapol
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 3:45 PM

અમદાવાદ (Ahmedabad) ની બાકરોલ પાંજરાપોળમાં ગાયો (cow) ના મોત (death) નો મામલો હવે ગરમાયો છે. TV9 નાં એહવાલ બાદ અલગ અલગ સંસ્થાઓ, ગૌપ્રેમીઓ, માલધારી આગેવાનો, વિપક્ષના નેતા તેમજ ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના ચેરમેન સહિત બાકરોલ પાંજરાપોળની પરિસ્થિતિનો ચિતાર મેળવવા પહોંચ્યા હતા. ગઇકાલે TV9 દ્વારા એહવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે બાકરોલ પાંજરાપોળમાં ગાયોની હાલત કફોળી છે, ગાયોના મોત થઈ રહ્યા છે અને માંદી ગાયો નો ઈલાજ નથી થઈ રહ્યો. જોકે આ વાત સતાધારી પક્ષ સ્વીકારવા તૈયાર નહતો અને સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ સબ સલામતનાં દાવા કરી રહ્યા હતા.

ગઇકાલે બાકરોલ પાંજરાપોળની હાલતનો સમગ્ર ચિતાર TV9 દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. બાકરોલ પાંજરાપોળમાં ગાયોની હાલત ખુબ દયનીય હતી. ગાયોની યોગ્ય માવજત નહિ થતી હોવાનો એહવાલ સામે આવતા જ હવે સેવાભાવી સંસ્થાઓ, ગૌપ્રેમિઓ બાકરોલ આવી પહોંચ્યા હતા. બીજી તરફ મનપાના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ પણ બાકરોલ પહોંચ્યા હતા અને તેને ગાયોની હાલત પર દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ ભાજપ કોરોનામાં પણ મોતનાં આંકડા છુપાવતા હતા તેમ પાંજરાપોળમાં પણ મોતના આંકડા છૂપાવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

મનપાએ ગાયોના મોતના સાચા આંકડા પણ જાહેર કરવા જોઈએ

સમગ્ર મુદ્દાને લઇને માલધારી સમજણ આગેવાનો પણ બાકરોલ પહોંચી પાંજરાપોળના પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. માલધારી આગેવાન નાગજી દેસાઈએ જણાવ્યું કે ગાયોને યોગ્ય સારસંભાળ નથી રાખવામાં આવતી અને પૂરતો ખોરાક આપવામાં નથી આવતો જેથી જ ગાયોના મોત થઈ રહ્યા છે અને મનપાએ ગાયોના મોતના સાચા આંકડા પણ જાહેર કરવા જોઈએ તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો

પાંજરાપોળની સ્થિતિનો રિપોર્ટ સરકારને આપવામાં આવશે

ટીવી9 નાં એહવાલ બાદ સરકાર પણ હરકત માં આવી છે. એનિમલ વેલ્ફેર બોર્ડના ચેરમેન દિલીપભાઈ શાહ પણ બાકરોલ પાંજરાપોળ પહોંચ્યા હતાં. દિલીપભાઈ તેમની ટીમ સાથે પાંજરાપોળમાં રહેલી ગાયોની પરિસ્થતિ જોઈ હતી. દિલીપભાઈ સાથે ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા પણ ગાયોની હાલત યોગ્ય નહિ હોવાનું જણાવ્યું હતું. બાકરોલ પાંજરાપોળની સ્થિતિનો રિપોર્ટ સરકારને આપવામાં આવશે.

ગાયોની સ્થિતિને લઈને સાધુ સંતો પણ પહોંચ્યા

બાકરોલ પાંજરાપોળમાં ગાયોની સ્થિતિને લઈને સાધુ સંતો પણ પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સંત જગદીશ ગોપાલજી મહારાજ બાકરોલ પાંજરાપોળ આવ્યા હતા અને અધિકારીઓનો ઉધળો લીધો હતો. મહત્વનું છે કે સંત જગદીશ ગોપાલજી મહારાજ ગૌ કથાકાર છે અને ગાય જાગૃતિ અભિયાન માટે 10 વર્ષથી પદયાત્રા કરે છે.

અધિકારીઓ પાસે કોઈ જવાબ હતો નહિ

જે રીતે બાકરોલ પાંજરાપોળની મુલાકાત વિપક્ષ નેતાથી લઈને આગેવાનોએ લીધી હતી જે બાદ બાકરોલ પાંજરાપોળના જવાબદારી સંભાળતા અધિકારી પાસે ઘાસચારા અને કેટલી ગાયો છે અને કેટલી ગાયોના મોત થયા છે તેનો આંકડો પણ માંગવામાં આવ્યો હતો પણ અધિકારીઓ પાસે કોઈ જવાબ હતો નહિ. વેલ્ફેર બોર્ડના ચેરમેન સાથે આવેલા જિલ્લા પંચાયત નાં અધિકારી પણ કંઈ જવાબ આપી શકે તેવી પરિસ્થિતિમાં હતા નહિ.

ગૌપ્રેમીઓ જીલ્લા પંચાયતના અધિકારીઓની ગાડી રોકી

એક સમયે મામલો ઉગ્ર બની ચૂક્યો હતો. જોકે લાંભા વોર્ડના કોર્પોરેટર કાળુભાઇ ભરવાડ દ્વારા મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલીફોનીક વાતચીત થઈ હતી જેમાં પાંજરાપોળમાં ગાયોની યોગ્ય માવજત કરવાની ખાત્રી આપવામાં આવી હતી. પાંજરાપોળમાં હાજર જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અધૂરી વાતમાં જ અન્ય મિટિંગ હોવાનું કહી ગાડીમાં જતા રહ્યા ત્યારે ગૌપ્રેમીઓ દ્વારા તેમની ગાડી રોકવામાં આવી અને જ્યાં સુધી જવાબ નહિ મળે ત્યાં બેસવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ સમગ્ર મામલાની વચ્ચે એક પણ મનપાના અધિકારી કે શાશક પક્ષ નાં કોર્પોરેટર અથવા કોઈ નેતા બાકરોલ ની મુલાકાતે પહોંચ્યા નહતા.

g clip-path="url(#clip0_868_265)">