Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: બોરસદમાં શંકાસ્પદ ટ્રકને રોકવા જતા ડ્રાઈવરે પોલીસ જવાન પર ટ્રક ચડાવી દીધી, જવાનનું સારવાર દરમિયાન મોત

Anand: બોરસદમાં શંકાસ્પદ ટ્રકને રોકવા જતા ડ્રાઈવરે પોલીસ જવાન પર ટ્રક ચડાવી દીધી, જવાનનું સારવાર દરમિયાન મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 3:55 PM

પોલીસે ટ્રક ચાલકની શોધ કરતાં તે ટ્રકને માણેજ ગામ પાસે બીનવારસી મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ટ્રકને જપ્ત કરી ટ્રક ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) માં પોલીસ (Police) જવાનો નાઈટ ડ્યુટી દરમિયાન હાઈવે પર શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ ટ્રકને પોલીસ જવાને રોકવાનો ઇશારો કર્યો હતો ત્યારે ટ્રક ડ્રાઈવરે બ્રેક મારીને ટ્રક રોકી દેવાને બદલે ટ્રકનો પૂરપાટ દોડાવી મૂકી હતી અને પોલીસ જવાનને કચડી નાખી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નામના પોલીસ જવાને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે જવાનને કચડીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પકડવા અન્ય પોલીસ જવાનો પાછળ ગયા હતા પણ ટ્રક ડ્રાઈવર ટ્રક માણેજ ગામ પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકનો કબજો લઈ તેના માલિકની શોધ કરવાની અને તેના આધારે આ ટ્રક કોણ ચલાવી રહ્યું હતું તે શોધવાની કવાયત શરૂ કરી છે. બીજી બાજુ સારવાર માટે દાખલ કરાયેલા જવાનનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હોવાથી ટ્રક ડ્રાઈવર સામે હત્યાનો ગુનો લાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

આણંદના એસપી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે ગઈ રાત્રે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ સહિતના જવાનોએ હાઈ વે પર એક શંકાસ્પદ ટ્રકને રોકવાની કોશિશ કરી હતી પણ ટ્રક ચાલકે ટ્રક રોક્યો નહોતો. આથી કિરણસિંહે પોતાની પ્રાઇવેટ કારમાં ટ્રકનો પીછો કર્યો હતો અને બગોદરા તરફ જતા હાઈવે પર ટ્રકને અંતરી તેની આગળ કાર ઉભી રાખી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે પણ ટ્રક રોકવાને બદલે ટ્રક ચાલકે તેના પર ટ્રક ચડાવી દીધી હતી, જેમાં પોલીસ જવાન કિરણસિંહ રાજને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે. બીજી બાજુ ફરાર ટ્રક ચાલકની શોધ કરતાં તે ટ્રકને માણેજ ગામ પાસે બીનવારસી મુકીને ફરાર થઈ ગયો હતો. જોકે હાલ આરોપી ટ્રકચાલક પોલીસ સ્ટેશને હાજર થયો છે. પોલીસે આરોપી સામે IPC-304 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Published on: Jul 20, 2022 02:01 PM
g clip-path="url(#clip0_868_265)">