Raj Kundra Case: રાજકુન્દ્રાના કાળા નાણાનું સત્ય ED લાવશે બહાર, PNB બેન્કમાં છુપાયું છે રહસ્ય

એવું જાણવામાં આવી રહ્યું છે કે રાજ કુંદ્રાના કાળા નાણાનું સત્ય આ પીએનબી(PNB) બેંકમાં છુપાયું છે. આ બેંકમાં કરોડોની લેણદેણ કરવામાં આવી છે.

Raj Kundra Case: રાજકુન્દ્રાના કાળા નાણાનું સત્ય ED લાવશે બહાર, PNB બેન્કમાં છુપાયું છે રહસ્ય
Raj Kundra And Shilpa Shetty
Follow Us:
| Updated on: Jul 26, 2021 | 6:31 PM

અભિનેત્રી શિલ્પા શેટ્ટી(Shilpa Shetty) અને તેના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અશ્લીલ અને પોર્ન ફિલ્મોના નિર્માણનું રેકેટ ચલાવવાની બાબતમાં દરરોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના સંયુક્ત ખાતા વિશે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચને જાણ થઈ છે. આ ખાતુ પંજાબ નેશનલ બેંક (PNB)માં છે.

એવું જાણવામાં આવી રહ્યું છે કે રાજ કુંદ્રાના કાળા નાણાનું સત્ય આ પીએનબી(PNB) બેંકમાં છુપાયું છે. આ બેંકમાં કરોડોની લેણદેણ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચને શંકા છે કે હોટશોટ્સ એપ્લિકેશન અને બોલીફેમ એપ્લિકેશનથી થતી કમાણી આ એકાઉન્ટ પર મોકલવામાં આવી છે.

નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?

PNBમાં છે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીનું જોઈન્ટ એકાઉન્ટ

ક્રાઈમ બ્રાંચની જોઈન્ટ એકાઉન્ટ અંગે તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ ખાતામાં સીધો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ પૈસા જુદા જુદા ખાતા દ્વારા અહીં આવતા હતા. ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર આવા વ્યવહારોને પ્લેસમેન્ટ, લેયરિંગ, ઈન્ટીગ્રેશન જેવા વ્યવહારો કહેવામાં આવે છે.

ક્રાઈમ બ્રાંચની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજકુંદ્રાનું પણ પીએનબીમાં એક સિંગલ ખાતું પણ છે. પરંતુ 2016 પછી તેમાં કોઈ વ્યવહાર થયો નથી. તેમાં લઘુતમ જરૂરી રકમ પણ રાખવામાં આવી નથી. ક્રાઈમ બ્રાંચની 4 સભ્યોની એક ટીમ દ્વારા રાજ કુંદ્રાના બેંક ખાતાને શોધી કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

શિલ્પા શેટ્ટી પણ છે હવે સવાલોના ઘેરામાં

તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચની ટીમ રાજ કુન્દ્રાને તેના જુહુ વાળા ઘરે લઈ ગઈ હતી. તેમની પત્ની શિલ્પા શેટ્ટીની પણ છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને સામ-સામે બેસાડીને કરવામાં આવેલી પૂછપરછમાં શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે તેને રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મોના નિર્માણના બિઝનેસની જાણ નથી.

હવે આ જોઈન્ટ એકાઉન્ટ વિશે જાણ્યા બાદ શિલ્પા શેટ્ટી પણ મુશ્કેલીમાં આવી શકે છે. જો તેઓ આ બિઝનેસ વિશે કંઈ  જાણતા નથી તો પછી આ જોઈન્ટ એકાઉન્ટમાં કરોડોના વ્યવહાર ક્યાં છે, તે જાણવાનો પ્રયાસ કર્યો નથી? જો તે સાબિત થાય છે કે હોટશોટ્સ એપ્લિકેશન અને બોલીફેમ એપ્લિકેશનથી થતી કમાણી આ ખાતા પર મોકલવામાં આવી છે તો શિલ્પા શેટ્ટી માટે મુશ્કેલીઓ ઘણી વધી જશે.

મામલો જઈ શકે છે EDમાં

આવી સ્થિતિમાં હવે આ મામલો ઈડી પાસે જતો જોવા મળી રહ્યો છે. આ કામમાં ભારત અને બ્રિટનમાં પૈસાની લેવડદેવડ થતી હતી. એવી આશંકા છે કે પોર્નોગ્રાફી દ્વારા કમાયેલા નાણાંનો ઉપયોગ ઓનલાઈન બેટીંગ માટે કરવામાં આવતો હતો.

ઈડીના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર રાજ કુન્દ્રાને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (Foreign Exchange Management Act-FEMA) હેઠળ નોટિસ અથવા સમન મોકલી શકાય છે, કોઈ પણ સમયે આ તપાસ એજન્સી મુંબઈ પોલીસ પાસેથી પોર્ન કેસ સંબંધિત એફઆઈઆર(FIR)ની નકલ માગી શકે છે. આ કેસમાં કંપનીના અન્ય ડિરેક્ટરની પણ તપાસ અને પૂછપરછ થવાની સંભાવના છે. આ આધાર પર એવી પુરી સંભાવના છે કે ઈડી(ED) હવે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરશે.

આ પણ વાંચો: West Bengal: ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરતા 4 મહિલા સહિત 9 બાંગ્લાદેશીઓની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">