AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Unlock: રાજ્યમાં હોટલ, મોલ, મંદિરો ખોલવા અંગે, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક બાદ લેવાશે નિર્ણય

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે એટલે કે 9 ઓગસ્ટ રોજ આ સંદર્ભે ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી છે. આ બેઠકમાં CM કોરોના પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

Maharashtra Unlock: રાજ્યમાં હોટલ, મોલ, મંદિરો ખોલવા અંગે, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક બાદ લેવાશે નિર્ણય
Uddhav Thackeray (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:09 AM
Share

Maharashtra Unlock : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) 15 ઓગસ્ટથી મુસાફરો માટે મુંબઈ લોકલ ટ્રેન (Local Train) શરૂ કરીને મુંબઈગરાઓને મોટી રાહત આપી છે. પરંતુ હજુ પણ હોટલ, રેસ્ટોરન્ટ, મોલ અને ધાર્મિક સ્થળો અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મુખ્યમંત્રીએ સોમવારે કોરોના પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ટાસ્ક ફોર્સની(Task Force)  બેઠક બોલાવી છે અને ત્યાર બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

CM ઠાકરેએ રવિવારે સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી રાજ્યના લોકો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે રાજ્યમાં લોકોન ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે ટાસ્ક ફોર્સ દ્વારા રાજ્યમાં કોરોના સ્થિતિની (Corona Condition) સમીક્ષા કર્યા બાદ જ પ્રતિબંધોમાં (Prohibition) છૂટછાટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,આ બેઠકમાં ધાર્મિક સ્થળો, હોટલ, અને મોલ ખોલવા અંગે વિચારણા કરવામાં આવશે.

ટાસ્ક ફોર્સની બેઠકમાં હોટલ, મોલ, મંદિર ખોલવા અંગે લેવાશે નિર્ણય

આપને જણાવવું રહ્યું કે, રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખોલવાની છૂટ છે. પરંતુ હોટલ, રેસ્ટોરન્ટને (Restaurant) માત્ર 4 વાગ્યા સુધી જ ખોલવાની છૂટ આપવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં મોલ, થિયેટર, સિનેમા હોલ, ધાર્મિક સ્થળો સંપૂર્ણપણે બંધ છે. ઉલ્લેખનીય છે કે,આ અંગે બે દિવસ પહેલા હોટલ અને રેસ્ટોરન્ટના ધંધાર્થીઓએ મુખ્યમંત્રીને(Chief Minister)  મળીને હોટલ અને રેસ્ટોરન્ટના સમયમાં વધારો કરવા માંગ કરી હતી. મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે,” કોરોના હજુ ગયો નથી,તેથી સાવચેત રહેવાની જરૂર છે.”

આ જિલ્લામાં છુટછાટની સંભાવના નહિવત

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યના ઘણા જિલ્લાઓમાં (Districts) કોરોનાને નિયંત્રિત કરવામાં સફળતા મળી છે, પરંતુ એવા ઘણા જિલ્લાઓ છે જ્યાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. રાજ્યના પુણે, અહમદનગર, સોલાપુર, કોલ્હાપુર, સાંગલી, સતારા, સિંધુદુર્ગ, રત્નાગિરી, બીડ જેવા જિલ્લાઓમાં હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે,આ જિલ્લાઓમાં કોરોના પ્રતિબંધો (Corona Guidelines) હળવા થાય તેવી શક્યતા હાલ નહિવત જોવા મળી રહી છે.પરંતુ જે જિલ્લામાં કોરોના નિયંત્રણમાં છે ત્યાં પ્રતિબંધ હળવા થાય તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, કોરોના (Corona) સંક્રમણને રોકવા માટે કોરોના સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. જ્યાં સુધી વેક્સિનેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.

આ પણ વાંચો: Maharashtra: કેન્દ્રએ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવા માટે પહેલ કરવી જોઈએ: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

આ પણ વાંચો: Maharashtra: શું રાજ ઠાકરેની MNS સાથે ગઠબંધન કરવા જઈ રહી છે ભાજપ? પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યા સંકેત

g clip-path="url(#clip0_868_265)">