AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: કેન્દ્રએ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવા માટે પહેલ કરવી જોઈએ: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યાં સુધી આરક્ષણ પર 50 ટકા મર્યાદા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યો બંધારણીય સુધારોને મદદ કરશે નહીં.

Maharashtra: કેન્દ્રએ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવા માટે પહેલ કરવી જોઈએ: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:33 AM
Share

Maharashtra: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે કેન્દ્રએ મરાઠા આરક્ષણને (maratha reservation) પુનઃ સ્થાપિત કરવા માટે અનામત પરની 50 ટકા મર્યાદા દૂર કરવી જોઈએ. મુખ્યમંત્રીએ લાઇવ વેબકાસ્ટમાં રાજ્યના લોકોને સંબોધતા કહ્યું હતું કે, આ પ્રકારની છૂટછાટ વગર રાજ્યોને તેમની પોતાની ઓબીસી (અન્ય પછાત વર્ગ) ની યાદી તૈયાર કરવામાં અને અનામત આપવામાં મદદ મળશે નહીં.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray)કહ્યું હતું કે જ્યારે હું જૂન મહિનામાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો, ત્યારે મેં તેમને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ કરી દીધી છે અને રાજ્યોને અનામત આપવાનો અધિકાર નથી, તેથી કેન્દ્ર સરકારે 50 ટકા આરક્ષણ મર્યાદા હળવા કરવાની પહેલ કરવી જોઈએ . હવે કેન્દ્રએ રાજ્યોને ઓબીસી યાદી તૈયાર કરવા માટે સત્તા આપી છે, પછી તેણે આરક્ષણ પર 50 ટકાની મર્યાદા હળવી કરવી જોઈએ. સાથે જ ઠાકરેએ કહ્યું કે મને આશા છે કે વડાપ્રધાન આ કરશે.

જ્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યાં સુધી આરક્ષણ પર 50 ટકાની મહત્તમ મર્યાદા છૂટ આપવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યો તેમના ઓબીસી યાદી તૈયાર કરવાની મંજૂરી આપતો બંધારણીય સુધારામાં મદદ કરશે નહીં અને મરાઠા આરક્ષણપુનઃ સ્થાપિત કરી શકાશે નહીં. સંજય રાઉતે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી સાથે સંસદમાં આ મુદ્દે અને વિકાસની ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું કે રાજ્યના જાહેર બાંધકામ વિભાગના મંત્રી અશોક ચવ્હાણ તમામ રાજકીય પક્ષોના નેતાઓને મરાઠા અનામત મુદ્દે શું સ્થિતિ છે તેની માહિતી આપવા માટે ડિજિટલ બેઠક કરશે. એમ પણ કહ્યું કે જ્યારે સંસદમાં બંધારણીય સુધારાનો મુદ્દો ઉઠશે, ત્યારે તેના પર ચર્ચાની માંગણી થશે.

આ પણ વાંચો : Income Tax Refund :કરદાતાઓ માટે સારા સમાચાર, આવકવેરા વિભાગે 45,896 કરોડ રૂપિયા રિફંડ જારી કર્યું, આ રીતે જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ

આ પણ વાંચો :Shravan-2021: ફટાફટ જાણી લો, શ્રાવણમાં કયા દ્રવ્યના અભિષેકથી મળશે સુખ, સમૃદ્ધિ અને સંપતિના આશિષ

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">