AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: શું રાજ ઠાકરેની MNS સાથે ગઠબંધન કરવા જઈ રહી છે ભાજપ? પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યા સંકેત

પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે કહ્યું કે ભાજપ 2024 ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક જ એન્જિન સાથે પ્રવેશ કરશે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું ચૂંટણી પ્રતીક પણ રેલવે એન્જિન છે

Maharashtra: શું રાજ ઠાકરેની MNS સાથે ગઠબંધન કરવા જઈ રહી છે ભાજપ? પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યા સંકેત
Is BJP going to form an alliance with Raj Thackeray's MNS? Hint given by former CM Devendra Fadnavis
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 8:19 AM
Share

Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Politics)માં અટકળો જોરશોરથી ચાલી રહી છે. એવી અટકળો છે કે ભાજપ (BJP) અને રાજ ઠાકરે (Raj Thackeray MNS)ની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના એક સાથે આવી શકે છે. જ્યારે આ મુદ્દે મીડિયા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. દરમિયાન, ચંદ્રકાંત પાટિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને મળવા દિલ્હીમાં છે.

બીજી બાજુ, પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે કહ્યું કે ભાજપ 2024 ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક જ એન્જિન સાથે પ્રવેશ કરશે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું ચૂંટણી પ્રતીક પણ રેલવે એન્જિન છે. ફડણવીસે પુણેમાં જણાવ્યું હતું કે ચંદ્રકાંત પાટીલે પહેલાથી જ મનસે સાથે જોડાણ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. 2024 ની ચૂંટણીમાં ભાજપ માત્ર એક જ એન્જિન સાથે મેદાનમાં ઉતરશે.

પ્રદેશ પ્રમુખ બદલવાની અટકળો પણ તેજ થઈ ગઈ છે, આ અટકળો પણ તેજ થઈ રહી છે કે ભાજપ ટૂંક સમયમાં જ ચંદ્રકાંત પાટીલની જગ્યાએ અન્ય નેતાને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. આ મુદ્દે ફડણવીસે કહ્યું કે ચંદ્રકાંત પાટીલના નેતૃત્વમાં પાર્ટી રાજ્યમાં વધુ સારું કામ કરી રહી છે. રાજ્યના તમામ નેતાઓ તેમની સાથે છે. પ્રદેશ પ્રમુખનો ચહેરો બદલવાની કોઈ વાત થઈ નથી. મહારાષ્ટ્રના નેતાઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા, જ્યારે અગાઉ ચંદ્રકાંત પાટિલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેને તેમના ઘરે મળ્યા હતા.

બેઠક બાદ પાટીલે કહ્યું હતું કે ગઠબંધન પર કોઈ ચર્ચા થઈ નથી. રાજ ઠાકરેએ મને કહ્યું છે કે તેમને મુંબઈમાં રહેતા બિન-મરાઠીઓ વિશે કોઈ વાંધો નથી. અત્યારે કેટલાક રાજકીય મતભેદો છે અને બંને પક્ષો વચ્ચે જોડાણ અંગે કોઈ ચર્ચા થઈ નથી. વરિષ્ઠ નેતા નિર્ણય લેશે ચંદ્રકાંત પાટિલે શનિવારે દિલ્હીમાં કહ્યું હતું કે હું રાજ ઠાકરે સાથેની વાતચીત વિશે જણાવવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવા અહીં આવ્યો છું.

કોઈપણ નિર્ણય પક્ષના વરિષ્ઠ નેતાઓ જ લેશે. ચંદ્રકાંત પાટીલ પહેલા દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ ભાજપના પૂર્વ અધ્યક્ષ આશિષ શેલારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">