Loudspeaker Issue: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો પોલીસને કડક નિર્દેશ, કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા પરવાનગીની રાહ ન જુઓ

Loudspeaker Issue: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Cm Uddhav Thackeray) મહારાષ્ટ્ર પોલીસના મહાનિર્દેશક રજનીશ સેઠ સાથે ફોન પર વાતચીત કરીને કાયદો અને વ્યવસ્થા ચુસ્ત રાખવા સૂચના આપી હતી.

Loudspeaker Issue: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો પોલીસને કડક નિર્દેશ, કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા પરવાનગીની રાહ ન જુઓ
CM Uddhav ThackerayImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 9:31 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) લાઉડસ્પીકરનો મુદ્દો (Loudspeaker Issue) જોર પકડી રહ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) પોલીસને આદેશ આપ્યો છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈની પરવાનગીની રાહ ન જુઓ. ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલ સાથેની બેઠક દરમિયાન, સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન સીએમ ઠાકરેએ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ પદ્ધતિઓ અપનાવવા અને કોઈની રાહ ન જોવાનો આદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર પોલીસના મહાનિર્દેશક રજનીશ સેઠ સાથે ફોન પર વાતચીત કરીને કાયદો અને વ્યવસ્થા ચુસ્ત રાખવા સૂચના આપી હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુપ્તચર અહેવાલ મુજબ અન્ય રાજ્યોના લોકો મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી શકે છે અને ત્યાંની કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. મહારાષ્ટ્રના ડીજીપીને રાજ્યના 15,000થી વધુ લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

‘કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાહ ન જુઓ’: સીએમ ઠાકરે

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આજે ​​રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન DGP રજનીશ સેઠે કહ્યું કે રાજ્ય પોલીસ કોઈપણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા જાળવવા સક્ષમ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્ર રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ અને હોમગાર્ડની ટીમ મોકલવામાં આવી છે. આ સાથે તેમણે રાજ્યના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે મોટી સંખ્યામાં નોટિસ જાહેર કરી છે. 15 હજારથી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

MNS નેતા રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો

CrPCની કલમ 149 હેઠળ વાતાવરણને ખલેલ પહોંચાડવા બદલ 13 હજાર લોકો સામે નોટિસ જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે લાઉડસ્પીકર વિવાદમાં મુંબઈ પોલીસે MNS નેતાઓ સહિત લગભગ 100 લોકોને નોટિસ ફટકારી છે. જણાવી દઈએ કે લાઉડસ્પીકર મામલે ભડકાઉ ભાષણ આપવા બદલ MNS નેતા રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ ઠાકરેએ ઔરંગાબાદમાં કહ્યું હતું કે જો 3 મે પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો પાર્ટીના કાર્યકરો જગ્યાએ જગ્યાએ મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરશે.

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">