Maharashtra : પુર્વ ગૃહમંત્રીના કેસને લઈને રાજકારણ ગરમાયુ, NCP નો દાવો “લીક થયેલો CBI રિપોર્ટ સાચો છે, જેમાં દેશમુખને ક્લીનચીટ આપવામાં આવી”

નવાબ મલિકે CBI પર આરોપ લગાવ્યો કે, "CBI તેની વિશ્વસનીયતા બચાવવા માટે કહે છે કે રિપોર્ટ ખોટી રીતે મેળવવામાં આવ્યો હતો." વધુમાં જણાવ્યુ કે, જે પણ થઈ રહ્યું છે તે રાજકીય પ્રેરિત છે.

Maharashtra : પુર્વ ગૃહમંત્રીના કેસને લઈને રાજકારણ ગરમાયુ,  NCP નો દાવો લીક થયેલો CBI રિપોર્ટ સાચો છે, જેમાં દેશમુખને ક્લીનચીટ આપવામાં આવી
CBI (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 9:46 AM

Maharashtra : NCP એ ગુરુવારે દાવો કર્યો હતો કે લીક થયેલો CBI રિપોર્ટ સાચો છે, જેમાં ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ક્લીનચીટ આપવામાં આવી છે.

એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના મંત્રી (Minister for Minority Affairs) નવાબ મલિકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “કેન્દ્રીય એજન્સી હવે દાવો કરી રહી છે કે લાંચ ચૂકવ્યા બાદ રિપોર્ટ લીક થયો હતો અને તેણે આ સંદર્ભે ફોજદારી કેસ નોંધ્યો છે. પરંતુ CBI એવું નથી કહી રહ્યું કે આ રિપોર્ટ નકલી છે.”

જો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો અનિલ દેશમુખને રાહત મળશે :નવાબ મલિક

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ઉપરાંત નવાબ મલિકે CBI પર આરોપ લગાવ્યો કે, “CBI તેની વિશ્વસનીયતા બચાવવા માટે કહી રહી છે કે આ રિપોર્ટ ખોટી રીતે મેળવવામાં આવ્યો હતો.” વધુમાં કહ્યું, કે “જો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો અનિલ દેશમુખને (Anil Deshmukh) રાહત મળશે અને જે પણ થઈ રહ્યું છે તે રાજકીય પ્રેરિત છે.”

વકીલ આનંદ ડાગા અને સબ-ઈન્સ્પેક્ટર અભિષેક તિવારીની  ધરપકડ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે CBI એ ગુરુવારે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દેશિત પ્રાથમિક તપાસને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવા બદલ દેશમુખના વકીલ આનંદ ડાગાની (Anand Daga) ધરપકડ કરી છે. ઉપરાંત એજન્સીએ સીબીઆઈના સબ-ઈન્સ્પેક્ટર (Sub Inspector) અભિષેક તિવારીની પણ વકીલ આનંદ ડાગા પાસેથી લાંચ લેવા બદલ ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, દેશમુખને આપવામાં આવેલી ક્લીનચિટની પ્રાથમિક તપાસનો રિપોર્ટ શનિવારે રાત્રે લીક થયો હતો. સીબીઆઈએ લીકની તપાસ શરૂ કરી અને બાદમાં દાવો કર્યો કે તપાસના તારણો સાથે છેડછાડ કરવામાં આવી છે. આપને જણાવવુ રહ્યુ કે, મુંબઈ હાઈકોર્ટે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ (Parambir Singh) દ્વારા દેશમુખ વિરુદ્ધ લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અંગેની એક PIL ની સુનાવણી દરમિયાન એજન્સીને પ્રાથમિક તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો: Maharashtra : પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની CBI દ્વારા ધરપકડ, તપાસને પ્રભાવિત કરવાનો આરોપ

આ પણ વાંચો: Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો

g clip-path="url(#clip0_868_265)">