AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો

દેશમુખના પરિવારે ડો.ચતુર્વેદીના અપહરણનો આરોપ લગાવ્યો છે. દેશમુખ પરિવારનો આરોપ છે કે ડો.ચતુર્વેદી અને તેમના વકીલને કોઈ માહિતી આપ્યા વગર જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો
અનિલ દેશમુખ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 12:22 AM
Share

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના જમાઈ ડો.ગૌરવ ચતુર્વેદીને સીબીઆઈએ કસ્ટડીમાં લીધા હતા. પરંતુ દેશમુખના પરિવારે ડો.ચતુર્વેદીનુ અપહરણ થયાનો આરોપ લગાવ્યો છે. દેશમુખ પરિવારનો આરોપ છે કે ડો.ચતુર્વેદી અને તેમના વકીલને કોઈ માહિતી આપ્યા વગર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

હવે ડો.ગૌરવ ચતુર્વેદીને CBI દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. પણ આ પહેલા સીબીઆઈએ તેમની 20 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. છોડતાં પહેલા એમ પણ કહેવામાં આવ્યું હતું કે જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવામાં આવશે. તેમના વકીલની પૂછપરછ ચાલુ છે.

દેશમુખના પરિવારનો આરોપ છે કે આ પ્રકારની તપાસ અને પૂછપરછ માટે પહેલાં નોટિસ આપવામાં આવે છે. પરંતુ સીબીઆઈ દ્વારા આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ પહેલાં, અનિલ દેશમુખની પુત્રવધૂ રાહત દેશમુખે આરોપ લગાવ્યો હતો કે તેના વરલી સ્થીત ઘરની નીચે 8 થી 10 લોકો સાદી વર્દીમાં ઈનોવા કાર લઈને આવ્યા અને ડૉ. ચતુર્વેદીને પોતાની સાથે લઈ ગયા.

તેઓ ક્યાં ગયા તેની કોઈ જાણકારી ન હતી. તેમનો ફોન પણ લાગતો ન હતો. કારણ કે તેમને સાથે લઈ જતા પહેલા તેઓએ ડો.ચતુર્વેદીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો.

સીબીઆઈ અધિકારીઓએ 20 -22 મિનિટની પુછતાછ પછી ડૉ. ચતુર્વેદીને છોડી દીધા હતા. જો કે , આ પહેલા  દેશમુખના જણાવ્યા અનુસાર તે અને તેમનો પરીવાર ડૉ. ચતુર્વેદીને શોધી રહ્યા હતા. તે  આ ઘટનાને લઈને વરલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવા માટે પણ પહોચ્યા હતા. આ ઘટના સાંજે 6 વાગે બની હતી.

અનિલ દેશમુખના વકીલની પૂછપરછ શરૂ, સીબીઆઈ રિપોર્ટ મીડિયા સમક્ષ લીક થયો

દરમિયાન, સીબીઆઈની ટીમે વધુ એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.  જે અનિલ દેશમુખની કાનૂની ટીમના સભ્ય છે. આ વ્યકિ્ત પર 100 કરોડ વસૂલાત કેસમાં દેશમુખ સામે ચાલી રહેલી પ્રાથમિક તપાસને ખોટી રીતે પ્રભાવિત (Manipulation) કરવાનો આરોપ છે.

29 ઓગસ્ટના રોજ, સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી પ્રાથમિક તપાસ સંબંધિત રિપોર્ટ મીડિયા સમક્ષ લીક થયો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સીબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે અનિલ દેશમુખ દ્વારા કોઈ ગંભીર ગુનો કરવામાં આવ્યો નથી. બાદમાં સીબીઆઈએ સ્પષ્ટતા કરવી પડી કે અનિલ દેશમુખ સામે તપાસ ચાલી રહી છે અને તેમને ક્લીન ચિટ આપવામાં આવી નથી.

સીબીઆઈને તેની તપાસમાં જાણવા મળ્યું કે તેઓ સીબીઆઈના નીચલા ક્રમના અધિકારીઓને લાંચ આપીને માહિતી લીક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સીબીઆઈ તે અધિકારી કે એવા અધિકારીઓને પણ શોધી રહી છે જે અનિલ દેશમુખની કાનૂની ટીમ સાથે સંકળાયેલા છે. અત્યાર સુધી સીબીઆઈ એ જાણી શકી નથી કે એક અધિકારી સંડોવાયેલો છે કે એકથી વધુ અધિકારી સામેલ છે.

સીબીઆઈના સૂત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે આવા સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અનિલ દેશમુખના જમાઈ ડો.ગૌરવ ચતુર્વેદીને 20-22 મિનિટની પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા છે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અનિલ દેશમુખના આ વકીલની ધરપકડ થઈ શકે છે.

100 કરોડની વસૂલાત અને મની લોન્ડરિંગ કેસમાં દેશમુખ પર CBI અને ED ની તપાસ શરૂ 

CBI અને ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ 100 કરોડની વસૂલાત અને મની લોન્ડ્રિંગ કેસમાં અનિલ દેશમુખની સામે તપાસ અને પૂછપરછ કરી રહી છે. ED એ અત્યાર સુધી અનિલ દેશમુખને પાંચ વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, પરંતુ દેશમુખ એક વખત પણ પૂછપરછ માટે હાજર થયા નથી.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના ગૃહમંત્રી હતા ત્યારે તેઓએ સચિન વાજે સહિતના પોલીસ અધિકારીઓનો ઉપયોગ  મુંબઈમાં બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસુલાત કરવા માટે કર્યો હતો.

આ પણ વાંચો :  Corona in Mumbai : ક્યાંક રાહત તો ક્યાંક આફત, મુંબઈમાં કોરોનાની આવી છે હાલત

આ પણ  વાંચો : Drugs Case :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો અરમાન કોહલી, ડ્રગ્સ મળ્યા બાદ થઈ હતી ધરપકડ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">