AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું સૌથી મોટુ શિવલીંગ, આ ભવ્ય મંદિરમાં હશે તમામ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ

દેશના 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિકૃતિઓનું નિર્માણ કાર્ય મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કરવામાં આવી રહ્યું છે. એક સાથે 12 મૂર્તિઓની પ્રદક્ષિણા કરવા માટે અહીં ખાસ પરિક્રમા પથ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું સૌથી મોટુ શિવલીંગ, આ ભવ્ય મંદિરમાં હશે તમામ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ
મહારાષ્ટ્રના ઓરંગાબાદના એલોરા પાસે સર્વોચ્ચ શિવલિંગ મંદિર બનાવવામાં આવી રહ્યું છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 6:05 PM
Share

દેશનું સૌથી મોટું શિવલિંગ મંદિર ઔરંગાબાદમાં (Tallest Shiva ling Temple in Ellora in Aurangabad, Maharashtra) બનાવવામાં આવી રહ્યું છે, અજંતા-ઈલોરા નામની પ્રખ્યાત પુરાતત્વીય ગુફાઓ વિશે આપણે બધા જાણીએ છીએ. આ ભવ્ય મંદિર ઔરંગાબાદના વેરુલમાં ઈલોરા ગુફાઓ પાસે આવેલું છે.

આ મંદિરના ગર્ભમાં દેશના 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિકૃતિઓનું નિર્માણ કાર્ય મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કરવામાં આવી રહ્યું છે. એક સાથે 12 મૂર્તિઓના પરિભ્રમણની સુવિધા માટે અહીં ખાસ પરિક્રમા પથ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

28 વર્ષથી આ યોજના પર કામ ચાલી રહ્યું છે

આ કામ વેરુલના શ્રી વિશ્વકર્મા (Shri Vishwakarma Temple) તીર્થધામ સંકુલમાં લગભગ 28 વર્ષથી શરૂ થયું છે. આ મંદિરનું નિર્માણ 1995માં શરૂ થયું હતું. અગાઉ 108 ફૂટનું શિવલિંગ બનાવવાની યોજના હતી. પરંતુ જરૂરી ભંડોળ એકત્ર કરી શકાયું ન હતું. આ કારણે મંદિરનું નિર્માણ કાર્ય 1999માં બંધ કરવું પડ્યું હતું. ગયા વર્ષે ફરી મંદિરના કામને વેગ મળ્યો હતો. હવે મંદિર નિર્માણનું આ કામ છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

મંદિર સુધી કેવી રીતે પહોંચવું?

ઔરંગાબાદ રેલવે સ્ટેશન માટે દેશના તમામ મોટા શહેરોમાંથી રેલ સેવા ઉપલબ્ધ છે. જો તમારા શહેરથી ઔરંગાબાદ માટે સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી તો તમે મનમાડ રેલવે જંકશન પર જઈને ત્યાંથી ઔરંગાબાદ પહોંચી શકો છો. ઔરંગાબાદ જિલ્લામાં પહોંચ્યા બાદ વેરુલ તરફનો રસ્તો પકડવો પડે છે. શ્રી વિશ્વકર્મા મંદિર વેરુલથી કન્નડના માર્ગ પર છે. મંદિરના ભવ્ય શિવલિંગની વિશાળ ખ્યાતિ દૂર -દૂર સુધી ફેલાયેલી હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ તમને અહીંનો રસ્તો  જણાવી દેશે.

અભિષેકનું દ્રશ્ય ખૂબ જ મનોહર બની ગયું છે

આ મંદિરનું નિર્માણ મહેન્દ્ર બાપુના માર્ગદર્શન હેઠળ શરૂ થયું છે. મહેન્દ્ર બાપુ ગુજરાતના ચાંદોનના રહેવાસી છે. મંદિરનું નિર્માણકાર્ય પુરુ થઈ ગયા પછી તેના દૃશ્યો ખૂબ મનોહર બનશે. મંદિર સંપૂર્ણપણે કાળા રંગનું હશે. વરસાદની ઋતુમાં જ્યારે પાણીના ટીપાં વાદળોમાંથી નીચે પડીને આ શિવલિંગ પર અભિષેક કરશે, ત્યારે તે દ્રશ્ય અદભૂત દેખાશે. મંદિરની ઉંચાઈ 60 ફૂટ અને શિવલિંગની ઉંચાઈ 40 ફૂટ છે. સમગ્ર મંદિર સંકુલ 108 બાય 108 ચોરસ ફૂટનું હશે.

ઘૃષ્ણેશ્વર મંદિર કોણે બંધાવ્યું?

ઔરંગાબાદનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ એટલે કે ઘૃષ્ણેશ્વરનું મંદિર. તે પરંપરાગત દક્ષિણ ભારતીય સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિર લાલ રંગના ખડકોથી બનેલું છે. લાલ રંગના પથ્થરોથી બનેલા મંદિરની દિવાલો પર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના દસ અવતારો દર્શાવવામાં આવ્યા છે. ગર્ભગૃહની પૂર્વ બાજુએ શિવલિંગ છે. સાથે જ નંદીશ્વરની મૂર્તિ પણ સ્થાપિત છે. આ મંદિરનું નિર્માણ દેવી અહિલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું.

આ પણ વાંચો :  જાણો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જોન કેનેડીને કેમ યાદ કર્યા ? કહ્યું ‘અમેરિકા પાસે સારા રસ્તા છે, તેથી તે સમૃદ્ધ છે’

g clip-path="url(#clip0_868_265)">