AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જોન કેનેડીને કેમ યાદ કર્યા ? કહ્યું ‘અમેરિકા પાસે સારા રસ્તા છે, તેથી તે સમૃદ્ધ છે’

કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીએ કહ્યું કે, જ્યારે હું રાજ્યમાં મંત્રી હતો ત્યારે તાંબે સાહેબે મને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન કેનેડી વિશે એક વાક્ય કહ્યુ હતુ.તે વાક્ય હતું "અમેરિકાના રસ્તાઓ સારા છે,તેથી જ અમેરિકા સમૃદ્ધ બન્યું."

જાણો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જોન કેનેડીને કેમ યાદ કર્યા ? કહ્યું 'અમેરિકા પાસે સારા રસ્તા છે, તેથી તે સમૃદ્ધ છે'
Nitin Gadkari (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 4:41 PM
Share

Maharashtra: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​મહારાષ્ટ્રના અહમદનગરમાં હાઈવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

શરદ પવારે દેશના રસ્તાઓના વિકાસ માટે નીતિન ગડકરીની પ્રશંસા કરી

શરદ પવારે દેશના રસ્તાઓના વિકાસ માટે નીતિન ગડકરીની (Nitin Gadkari)પ્રશંસા કરી હતી. ત્યારે સારા રસ્તાઓનું મહત્વ જણાવતા નીતિન ગડકરીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન કેનેડી (Former President John F. Kennedy)સાથે સંબંધિત એક વાક્ય કહ્યું હતુ. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે ચાર વસ્તુઓ જરૂરી છે. તે ચાર વસ્તુઓમાં પાણી, વીજળી અને સંચારની સાથે રસ્તાઓની ભૂમિકા પણ મહત્વની છે.

દેશના વિકાસ માટે ચાર વસ્તુઓ સૌથી મહત્વની છે: નિતીન ગડકરી

ગડકરીએ જણાવ્યુ કે “દેશમાં કોઈ પણ જગ્યાએ ઉદ્યોગ સ્થાપવો હોય તો પહેલા ઉદ્યોગપતિઓ ચાર બાબતો જુએ છે. જ્યારે ઉદ્યોગની સ્થાપના થાય છે, ત્યારે રોકાણ આવે છે અને જ્યારે રોકાણ આવે છે ત્યારે રોજગારી (Employment) વધે છે. તેથી જો દેશમાં ગરીબી, બેરોજગારી કે ખેડૂતો અને મજૂરોનું કલ્યાણ દૂર કરવું હોય તો રોજગારીનું સર્જન કરવું પડશે. આ માટે પાણી, વીજળી, રસ્તા, સંચારની વ્યવસ્થા કરવી જરૂરી બનશે. “તેથી દેશના વિકાસ માટે પાણી, વીજળી, સંચાર સાથે રસ્તાની પણ મહત્વની ભુમિકા છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન કેનેડીને ગડકરીએ યાદ કર્યા

સારા રસ્તાઓના મહત્વ વિશે વાત કરતા નીતિન ગડકરીને ઘણા વર્ષો પહેલાની એક વાત યાદ આવી, જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં રાજ્ય મંત્રી હતા. તેમણે કહ્યું કે “તે રાજ્યમાં મંત્રી હતા, ત્યારે સચિવ તાંબે સાહેબે મને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન કેનેડી દ્વારા કહેલી એક વાત જણાવી હતી. તે વાક્ય હતું “અમેરિકા સમૃદ્ધ છે, તેથી અમેરિકાના (America) રસ્તા સારા નથી પણ અમેરિકા પાસે સારા રસ્તા છે, તેથી અમેરિકા સમૃદ્ધ બન્યું.”

ઈથેનોલનો ફરીથી ઉપયોગ કરવા પર ભાર મુક્યો

આ સિવાય નીતિન ગડકરીએ એવું પણ સૂચન કર્યું કે શેરડીમાંથી ખાંડ બનાવવાને બદલે ઈથેન બનાવો અને ગ્રીન ફ્યુઅલની (Green Fuel) દિશામાં આગળ વધો. કેન્દ્ર સરકાર ખેડૂતો પાસેથી ઈથેન ખરીદશે અને ખેડૂત સમૃદ્ધ થશે એટલું જ નહીં, પરંતુ દેશને પેટ્રોલને બદલે ઈથેનોલના રૂપમાં સસ્તા બળતણનો વિકલ્પ મળશે અને સ્વચ્છ ઉર્જા મળશે.

આ પણ વાંચો : ગાંધી જયંતી પર જેકલીન ફર્નાન્ડીઝે મુંબઈ બીચની કરી સફાઈ, લોકોને સ્વચ્છતા મિશનમાં ભાગ લેવા આગ્રહ કર્યો

આ પણ વાંચો : ‘ગુલાબ’ વાવાઝોડાએ વેર્યો વિનાશ ! 30 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થતા તાતની વધી મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">