મહારાષ્ટ્ર: અનિલ દેશમુખને સુપ્રીમકોર્ટમાંથી રાહત,સંપત્તિ પરત કરવા આદેશ
સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખની (Anil Deshmukh) જપ્ત કરેલી સંપત્તિ પરત કરવાનો આદેશ આપ્યો છે. દેશમુખના વકીલ વિપુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ આદેશ આપતી વખતે કોર્ટે (ED)ને પણ ફટકાર લગાવી છે.
NCP નેતા અને મહારાષ્ટ્રના (maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખની જપ્ત કરેલી સંપત્તિ પરત કરવાનો આદેશ આપ્યો છે. પુણેની NCP નેતા રૂપાલી પાટીલે ફેસબુક પોસ્ટ કરીને આ માહિતી આપી છે. દેશમુખના વકીલ વિપુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ આદેશ આપતી વખતે કોર્ટે (ED)ને પણ ફટકાર લગાવી છે. મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) સ્પેશિયલ પીએમએલએ એક્ટ હેઠળ ED દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમના ઘર અને ઓફિસો પર દરોડા પાડીને કુલ 11 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ પછી અનિલ દેશમુખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. હાલ તે મુંબઈની (Mumbai) આર્થર રોડ જેલમાં છે.
દેશમુખના પુત્ર અને પુત્રવધૂની સંપત્તિ પણ પરત કરવાનો આદેશ
દેશમુખની ધરપકડ બાદ EDએ અનિલ દેશમુખના અલગ-અલગ સ્થળો પર અનેક વખત દરોડા પાડ્યા હતા અને 11 મિલકતો જપ્ત કરી હતી. ED દ્વારા 180 દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કાયદા મુજબ 180 દિવસ પછી મિલકતો જપ્ત કરવામાં આવતી નથી. તેથી આ કેસને લઈને EDને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) દેશમુખના પુત્ર અને પુત્રવધૂની સંપત્તિ પણ પરત કરવાનો આદેશ આપ્યો છે.
CBI તપાસ દરમિયાન મની લોન્ડરિંગનો મામલો સામે આવ્યો
100 કરોડની રિકવરી કેસમાં ED ઉપરાંત CBI અનિલ દેશમુખ સામે પણ તપાસ કરી રહી છે. બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે અને અન્ય પોલીસ અધિકારીઓને અનિલ દેશમુખ દ્વારા મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડની વસૂલાવાનુ કહેવામાં આવ્યુ હતુ. આ આરોપ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગાવ્યો હતો. આ પછી મામલો હાઈકોર્ટમાં ગયો. હાઈકોર્ટે સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈ હજુ આ સંદર્ભે તપાસ કરી રહી હતી કે અનિલ દેશમુખના મની લોન્ડરિંગના અન્ય કેસ બહાર આવવા લાગ્યા. મની લોન્ડરિંગનો મામલો સામે આવ્યા બાદ ED તપાસ માટે આગળ આવી હતી. આ પછી EDએ અનિલ દેશમુખની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : મુંબઈ લોકલમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, રવિવારે મધ્ય રેલવે અને હાર્બર લાઇન પર રહેશે મેગા બ્લોક