મુંબઈ લોકલમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, રવિવારે મધ્ય રેલવે અને હાર્બર લાઇન પર રહેશે મેગા બ્લોક
Mumbai Local Train: દિવા અને કલ્યાણ સ્ટેશન વચ્ચે મેગા બ્લોક રહેશે. હાર્બર લાઇનમાં પણ વિવિધ મેન્ટેનન્સ અને એન્જિનિયરિંગ કામો માટે મેગા બ્લોક હશે. દરમિયાન, આ રૂટ પર લોકલ ટ્રેનોની સેવાઓને અસર થશે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં લોકલ ટ્રેનમાં (Mumbai local train) મુસાફરી કરનારાઓ માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે રવિવાર (10 એપ્રિલ) ના રોજ ઘરની બહાર નીકળો છો, તો ટ્રેનનું ટાઈમ ટેબલ જોઈને જ બહાર નીકળો. મધ્ય રેલવેએ (Central Railway) મધ્ય અને હાર્બર લાઇનમાં મેગા બ્લોક (Mega Block) રાખ્યા છે. મધ્ય રેલવે લાઇન પર સ્વીચ પોઈન્ટ, ક્રોસ ઓવર પોઈન્ટ અને ઓવરહેડ વાયરના સમારકામ માટે દિવા અને કલ્યાણ સ્ટેશન વચ્ચે મેગા બ્લોક રહેશે. દિવા અને કલ્યાણ સ્ટેશન વચ્ચે મેગા બ્લોક રહેશે. હાર્બર લાઇનમાં પણ વિવિધ મેન્ટેનન્સ અને એન્જિનિયરિંગ કામો માટે મેગા બ્લોક હશે. દરમિયાન, આ રૂટ પર લોકલ ટ્રેનોની સેવાઓને અસર થશે. આથી મુસાફરોએ રેલવે વિભાગને ટાઈમ ટેબલ જોઈને ઘરેથી નીકળવાની અપીલ કરી છે.
હાર્બર લાઇનમાં મેગા બ્લોક આ રીતે રહેશે
સવારે 11.54 થી 4.13 વાગ્યા સુધી મુલુંડથી ઉપડતી ડાઉન સ્લો/સેમી ફાસ્ટ લોકલ ટ્રેનો મુલુંડ અને કલ્યાણ સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ ટ્રેક પરથી પસાર થશે. આ પણ કોપરથી ઠાકુર્લી વચ્ચે રોકાશે નહીં અને 10-15 મિનિટ મોડી પડશે. થાણેથી સવારે 9.06 થી રાત્રે 8.31 વાગ્યે ઉપડતી ડાઉન ફાસ્ટ લોકલ તેના નિર્ધારિત સ્ટેશનો ઉપરાંત દિવા ખાતે ઉભી રહેશે અને 10 મિનિટ મોડી દોડશે. સવારે 8.51 થી 11.15 અને સાંજે 6.51 થી 8.55 વચ્ચે કલ્યાણથી ઉપડતી અપ ધીમી લોકલ કલ્યાણ અને દિવા સ્ટેશનો વચ્ચે ફાસ્ટ ટ્રેક પર દોડશે અને આ પણ કોપરથી ઠાકુર્લી વચ્ચે અટકશે નહીં.