AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: CM ના બંગલાને લઈને રાજકારણ તેજ, શિવસેના સાંસદ સંજય રાઉતે કિરીટ સોમૈયા પર લગાવ્યો ગંભીર આરોપ

સંજય રાઉતે કહ્યું કે કિરીટ સોમૈયાએ મરાઠી ઉદ્યોગ સાહસિક અને આર્કિટેક્ટ અન્વય નાઈકને બે વાર ધમકી આપી હતી અને તેમને બિલ ન મોકલવાની ચેતવણી પણ આપી હતી.

Maharashtra: CM ના બંગલાને લઈને રાજકારણ તેજ, શિવસેના સાંસદ સંજય રાઉતે કિરીટ સોમૈયા પર લગાવ્યો ગંભીર આરોપ
Kirit Somaiya and Sanjay Raut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 2:19 PM
Share

Maharashtra:  BJP નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya) શુક્રવારે અલીબાગના કોરલાઈ ગામમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) પત્ની મનીષા વાયકરના 19 બંગલોની તપાસ કરવા માટે રવાના થયા છે. તમને જણાવી દઈએ કે, કિરીટ સોમૈયા સવાલ ઉઠાવી રહ્યા છે કે આ 19 બંગલા મુખ્યમંત્રીની પત્નીના નામે લેવામાં આવ્યા છે.

જ્યારે શિવસેનાના સાંસદ સંજય(Sanjay Raut)  રાઉતે મંગળવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે કોરલાઈ ગામમાં રશ્મિ ઠાકરેના નામે આવો એક પણ બંગલો નથી.ઉપરાંત તેણે કિરીટ સોમૈયાને કહ્યુ કે આ બંગલા બતાવો, નહીં તો શિવસૈનિકો તેને ચપ્પલથી મારશે. ત્યારે કિરીટ સોમૈયા આજે તે બંગલાની તપાસ કરવા કોરલાઈ ગામ પહોંચી રહ્યા છે.

સંજય રાઉતે BJP નેતા કિરીટ સોમૈયા પર કર્યા પ્રહાર

આજે જ્યારે પત્રકારોએ સંજય રાઉતને પૂછ્યું કે કિરીટ સોમૈયા કોરલાઈ ગામ જવા રવાના થઈ ગયા છે તો આ અંગે તેમનો શું અભિપ્રાય છે તો તેના જવાબમાં સંજય રાઉતે કિરીટ સોમૈયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સંજય રાઉતે તેમને લફંગા, ચોર અને રિકવરી બાઝ કહ્યા. સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે કિરીટ સોમૈયાએ મરાઠી ઉદ્યોગસાહસિક અને આર્કિટેક્ટ અન્વય નાઈકને બે વાર ધમકી આપી હતી. સંજય રાઉતે કિરીટ સોમૈયાને પાગલ ગણાવ્યા અને કહ્યું કે કિરીટ સોમૈયા પુત્ર સાથે જેલમાં જશે.

‘કિરીટ સોમૈયાનો ખેલ હવે ખતમ, પુત્ર સાથે જેલમાં જશે’

સંજય રાઉતે વધુમાં કહ્યુ કે,’કોણ છે કિરીટ સોમૈયા ? અહીં અને ત્યાં ફરતા રહો. તેઓ જેલમાં જવાનો રસ્તો શોધી રહ્યા છે.તેઓ બંગલા શોધવા જઈ રહ્યા છે,  શું આ કોઈ સમાચાર છે ? બંગલા ક્યાં છે તે બતાવો. અમે પહેલેથી જ કહ્યું છે કે, તેમના સપનામાં બંગલા દેખાય છે. તેની બેનામી સંપત્તિ જ તેના સપનામાં જોવા મળી હશે.

અન્વય નાઈકને આત્મહત્યા કરવા BJPએ મજબુર કર્યો

સંજય રાઉતે કહ્યું, ‘અન્વય નાઈક જેવા મરાઠી ઉદ્યોગપતિએ ભાજપના દબાણને કારણે આત્મહત્યા કરી, કારણ કે આ લોકો અર્નબ ગોસ્વામીને બચાવી રહ્યા હતા. કિરીટ સોમૈયાએ તેને ધમકી આપી હતી કે તે અર્નબ પાસે તે પૈસા નહીં માંગે, બિલ નહીં મોકલે. કારણ કે આ લોકો અર્નબ ગોસ્વામીને બચાવી રહ્યા હતા. મારી પાસે સંપૂર્ણ માહિતી છે. તેને બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. આ પછી અન્વય નાઈકે આત્મહત્યા કરી લીધી. ભાજપના લોકોએ જ તેમને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા.

આ પણ વાંચો: Maharashtra : કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યુ ‘શિવ જયંતિ પર માફી માગે PM મોદી’,જાણો શું છે સમગ્ર મામલો ?

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">