Mumbai : સલમાન ખાનની બહેન અર્પિતાએ ખરીદ્યું આલીશાન ઘર, જાણો સમગ્ર વિગત

આ પહેલા ડિસેમ્બરમાં સમાચાર આવ્યા હતા કે સલમાન ખાને મુંબઈમાં આવેલો તેનો એક એપાર્ટમેન્ટ દર મહિને 95,000 રૂપિયામાં ભાડે આપ્યો હતો.

Mumbai : સલમાન ખાનની બહેન અર્પિતાએ ખરીદ્યું આલીશાન ઘર, જાણો સમગ્ર વિગત
Salman Khan's Sister Arpita bought luxurious house (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 12:52 PM

Mumbai : સલમાન ખાન તેની બહેન અર્પિતાને (Arpita Khan) કેટલો પ્રેમ કરે છે, તે કોઈનાથી છુપાયેલ નથી. નાનપણથી લઈને આજ સુધી તેણે અર્પિતાને કોઈ પણ વસ્તુની કમી અનુભવવા દીધી નથી. અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર બંનેની તસવીરો સામે આવતી રહે છે. તમને જણાવી દઈએ કે, અર્પિતા ખાનના લગ્ન આયુષ શર્મા (Aayush Sharma) સાથે થયા હતા અને બંને એક ભાડાના મકાનમાં સાથે રહેતા હતા પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે અર્પિતાએ મુંબઈમાં પોતાનું એક ઘર ખરીદ્યું છે, જેની કિંમત કરોડોમાં છે.

અર્પિતાએ 10 કરોડનું ઘર ખરીદ્યું

સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન શર્માએ મુંબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત 10 કરોડ રૂપિયા છે. આ પ્રોપર્ટી બિલ્ડિંગના 12મા માળે સ્થિત છે. તેમજ આ એપાર્ટમેન્ટ 1750 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેમાં ચાર કાર પાર્કિંગની જગ્યા છે. પ્રોપર્ટીની નોંધણી 4 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી અને અર્પિતાએ સ્ટેમ્પ ડ્યુટી તરીકે 40 રૂપિયા લાખ ચૂકવ્યા હતા.

આ પહેલા ડિસેમ્બરમાં સમાચાર આવ્યા હતા કે સલમાન ખાને મુંબઈમાં તેની એક પ્રોપર્ટી ભાડે આપી છે. અભિનેતાએ શિવ અસ્થાન હાઇટ્સ, બાંદ્રા વેસ્ટ, મુંબઈમાં તેનો એપાર્ટમેન્ટ દર મહિને 95,000 રૂપિયામાં ભાડે આપ્યું હોવાનું કહેવાય છે. અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કરનાર અર્પિતા ખાન શર્માને બે બાળકો છે,આહિલ અને આયત. અગાઉ એક ન્યૂઝ પોર્ટલ સાથેની મુલાકાતમાં, અર્પિતાએ ખુલાસો કર્યો હતો કે તેના તમામ ભાઈ-બહેનોમાં તે સોહેલ ખાનની સૌથી નજીક છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સલમાન ખાનને ખૂબ પ્રેમ કરે છે અર્પિતા

વધુ વિગતો આપતાં અર્પિતાએ કહ્યું કે તેને સલમાન ખાન માટે અપાર પ્રેમ અને આદર છે. તેણે વધુમાં કહ્યુ હતુ કે તે તેના પિતા સમાન છે. ઉલ્લેખનીય છે કે અર્પિતા તેના તમામ ભાઈઓ અને બહેનોને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સૌથી વધુ તે સલમાન ખાનને આદર કરે છે.

આ પણ વાંચો : ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતુ, શાહરૂખ ખાન પર લાગેલા આરોપો પર Gujarat High Court કહ્યું

g clip-path="url(#clip0_868_265)">