AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketan Agarwal Murder Case : 3 વણઉકેલાયેલા સવાલો અને ડિલીટ થયેલો ડેટા, કોર્ટે કેમ વધારી સિયા-ચેતનની પોલીસ કસ્ટડી ?

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. કોર્ટમાં આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી 7 દિવસ વધારવાની માંગ પર જોરદાર દલીલો થઈ. ત્યારબાદ કોર્ટે બંને મુખ્ય આરોપીઓ સિયા ગોયલ અને ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે.

Ketan Agarwal Murder Case : 3 વણઉકેલાયેલા સવાલો અને ડિલીટ થયેલો ડેટા, કોર્ટે કેમ વધારી સિયા-ચેતનની પોલીસ કસ્ટડી ?
Ketan Agarwal Murder Case
| Updated on: Jun 30, 2026 | 8:29 AM
Share

દેશભરમાં પ્રખ્યાત કેતન અગ્રવાલ કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો છે. મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીને સોમવારે 29 જૂને તેમની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટરૂમમાં પોલીસ, સરકારી વકીલો અને આરોપીના વકીલો વચ્ચે તેમના રિમાન્ડ લંબાવવા અંગે ચર્ચા થઈ હતી. પોલીસે તપાસ ચાલુ હોવાનું જણાવી આરોપીની કસ્ટડી સાત દિવસ લંબાવવાની વિનંતી કરી હતી. સરકારી વકીલો અને પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે સમગ્ર ઘટના પાછળ એક પૂર્વનિયોજિત કાવતરું છે. જેનો પર્દાફાશ હજુ બાકી છે. ત્યારબાદ કોર્ટે મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે.

સૂત્રો મુજબ, પોલીસ મુખ્યત્વે ત્રણ પ્રશ્નોના જવાબ શોધી રહી છે

  • કાવતરું ક્યાં રચાયું હતું?
  • ઘટનાને અંજામ આપવા માટે રેકી ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી?
  • હત્યાની રીત આરોપીઓએ ક્યાંથી શીખી અથવા તેની તૈયારી ક્યાં કરી?

ડિલીટ કરેલા મોબાઇલ ડેટાની રિકવરી

ઘટના પછી આરોપીઓએ તેમના મોબાઇલ ફોનમાંથી નોંધપાત્ર પ્રમાણમાં ડેટા ડિલીટ કર્યો છે. ચેતને પોતાનો ફોન સંબંધીઓને પણ આપ્યો હતો. પોલીસ આ ડિલીટ કરેલા ડેટા અને સોશિયલ મીડિયાની હિસ્ટ્રી રિકવર કરવા માંગે છે.

લોહાગઢ કિલ્લાની રેકી અંગે શંકા

પોલીસને શંકા છે કે આરોપીઓ લોહાગઢ કિલ્લા પર ગયા હતા. જ્યાં તેમણે અન્ય સાથીદારોનો સંપર્ક કર્યો હતો. સાથે કિલ્લાની અગાઉથી રેકી પણ કરી હતી. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

કેતનનો ગુમ થયેલ પાસપોર્ટ

સિયા ગોયલ પર આરોપ છે કે તેણે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બાલી જવાનું ટાળવા કેતનનો પાસપોર્ટ ફાડી નાખ્યો અથવા ફેંકી દીધો હતો. પોલીસ હવે તે પાસપોર્ટ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

ચેતનના કપડાં જપ્ત

પોલીસે કોર્ટમાં ખાસ દલીલ કરી હતી કે ઘટના સમયે ચેતન ચૌધરીએ પહેરેલા કપડાં પુરાવા તરીકે જપ્ત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બચાવ પક્ષનો વળતો પ્રહારચ; મીડિયા ટ્રાયલના આધારે રિમાન્ડ નહીં

બીજી બાજુ સિયા ગોયલના વકીલ વિપુલ દુશિંગે પોલીસની માંગણીઓનો સખત વિરોધ કર્યો હતો. વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં કોઈ પોલીસ કસ્ટડીની જરૂર નથી. બચાવ પક્ષની મુખ્ય દલીલો નીચે મુજબ હતી.

ટેકનિકલ તપાસનું બહાનું: વકીલે દલીલ કરી હતી કે જ્યારે તપાસ સંપૂર્ણપણે ટેકનિકલ (મોબાઇલ ડેટા અને ડિજિટલ ફોરેન્સિક્સ) છે. ત્યારે આરોપીને કસ્ટડીમાં રાખવાનું કોઈ વાજબીપણું નથી.

ધરપકડના નિયમોનું ઉલ્લંઘન: પંકજ બંસલ અને નિમિત ભુટા કેસનો ઉલ્લેખ કરતા વકીલ દુશિંગે દલીલ કરી હતી કે ધરપકડના કારણોમાં નોંધપાત્ર વિસંગતતાઓ છે. જે ધરપકડને કાયદેસર રીતે શંકાસ્પદ બનાવે છે.

મીડિયા ટ્રાયલ સામે વાંધો: બચાવ પક્ષનો આરોપ છે કે પોલીસ તપાસ પહેલાં મીડિયામાં બધા સમાચાર બતાવવામાં આવી રહ્યા છે. વકીલે માંગ કરી હતી કે આ મીડિયા ટ્રાયલ તાત્કાલિક બંધ કરવામાં આવે. કારણ કે જ્યારે બધું મીડિયામાં આવી ચૂક્યું છે ત્યારે તેનો અર્થ એ છે કે પોલીસ તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

કોર્ટે 3 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

કોર્ટે સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીને 3 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી વડગાંવ માવલ કોર્ટે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીને 3 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસનો દાવો છે કે આ હત્યા એક સુનિયોજિત કાવતરાનો ભાગ હતી અને બંને આરોપીઓએ તેનું સંપૂર્ણ આયોજન કર્યું હતું. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે વધુ પૂછપરછ માટે બંને આરોપીઓની પોલીસ કસ્ટડી લંબાવવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો, Ketan Agrawal Murder Case : ચેતન તો માત્ર મોહરો હતો… 12મી ફેલ સિયા એક સાથે અનેક યુવકોને કરતી હતી ડેટ, કેતન હત્યા કેસમાં મોટો ખુલાસો !

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">