8 લાખની FD અને પત્નીના ઘરેણાં ગીરવે મુકીને આ આચાર્યએ હાઈસ્કુલના 1000 વિદ્યાર્થીઓની સ્કુલ ફી માફ કરી

હુસેન શેખ મુંબઇના મલાડ-માલવાણી વિસ્તારમાં આવેલી હોલી સ્ટાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય અને માલિક છે.તેમણે પોતાની શાળામાં ભણતા 1000 બાળકો માટેની એક વર્ષની ફી માફ કરી દીધી છે. આ માટે તેણે તેની પત્નીના ઘરેણાં ગીરવે મુકવા પડ્યા છે.

8 લાખની FD અને પત્નીના ઘરેણાં ગીરવે મુકીને આ આચાર્યએ હાઈસ્કુલના 1000 વિદ્યાર્થીઓની સ્કુલ ફી માફ કરી
હોલી સ્ટાર ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય હુસેન શેખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 9:56 PM

MUMBAI : એક તરફ દરરોજ એવા અહેવાલો આવી રહ્યા છે કે ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને ફી ન ભરવા બદલ તેમનું એડમિશન રદ્દ કરી દીધું છે અથવા લોકડાઉન હોવા છતાં ફીની રકમ ઘટાડવા તૈયાર નથી. આવા વાતાવરણની વચ્ચે મુંબઈના માલવાણી (Malvani) વિસ્તારમાં આવેલી હોલી સ્ટાર ઇંગ્લિશ સ્કૂલ (Holy Star English School) ના માલિકે કરેલા આ કામની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. શાળાના માલિક તેમજ આચાર્ય 35 વર્ષીય હુસેન શેખ (Hussain Sheikh) એ તેની શાળાના 65% વિદ્યાર્થીઓ માટે આખા વર્ષની ફી માફ કરી દીધી છે.

1500 માંથી 1000 વિદ્યાર્થીઓની ફી માફ કરી હુસેન શેખના જણાવ્યા મુજબ કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ છે, જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે તેમની શાળાના 1500 વિદ્યાર્થીઓમાંથી 1000 વિદ્યાર્થીઓની આખા વર્ષની ફી માફ કરી દીધી છે બાકીના 500 વિદ્યાર્થીઓને પણ પોષાય તેટલી ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. આ બાળકોને ફીમાં 15 થી 50 ટકા સુધીની રાહત પણ આપવામાં આવી છે.

એટલું જ નહીં, હુસેને શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા બાળકોની ઓળખ કરી છે અને તેમના માતા-પિતાને બોલાવીને રેશનની વસ્તુઓ પણ આપી રહ્યા છે.હુસેન કહે છે કે તેઓ નથી ઇચ્છતા નથી કે તેની શાળામાં ભણતો કોઈ પણ બાળક રાત્રે ભૂખ્યો સૂઈ જાય.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

શાળા માટે પત્નીના ઘરેણાં ગીરવે મુક્યા હુસેને કોરોના મહામારી દરમિયાન લોકોને મદદ કરવા પોતાની પુત્રીના નામે ફિક્સ ડીપોઝીટ માટે મુકેલા 8 લાખ રૂપિયા પણ ખર્ચી નાખ્યા. આ પૈસાથી તેઓ લોકોના ઘરે રેશન પહોંચાડી રહ્યા છે. હુસેને તેની પત્નીને સમજાવીને 1000 વિદ્યાર્થીઓની ફી માફ કરી હતી, અને હવે તેના ઘરેણાં ગીરવે મૂકીને શાળા ચલાવી રહ્યા છે. હુસેન કહે છે કે ટૂંક સમયમાં પરિસ્થિતિમાં સુધારો થશે અને તે ફરીથી શાળામાંથી કમાણી શરૂ કરશે, ત્યારબાદ પત્નીના ગીરવે મુકેલા ઘરેણાં પાછા લઇ આવશે.

લોકો પાસે માંગી રહ્યાં છે મદદ હુસેને તેની શાળાના શિક્ષકોનો પગાર ચૂકવવા અને પોતાનું ઘર ચલાવવા માટે તેની પત્નીના ઘરેણાં ગીરવે મુક્યા છે. તેમણે લોકોને આગળ આવીને બાળકોની મદદ કરવા અપીલ પણ કરી છે. આ માટે સ્કૂલની બહાર એક ‘સપોર્ટ ફોર સ્ટુડન્ટ’ ડોનેશન બોક્સ મુકવામાં આવ્યું છે જ્યાં કોઈપણ ઇચ્છે તેટલું દાન કરી શકે છે. હુસેને તેમની શાળામાં કાર્યરત શિક્ષકોને પણ સમજાવ્યા અને શિક્ષકોએ પણ ઓછા પગાર સાથે થોડો સમય બાળકોનું શિક્ષણ ચાલુ રાખવાની ખાતરી આપી.

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">