AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron in Maharashtra: ઓમિક્રોનનો ગઢ બની રહ્યું છે મહારાષ્ટ્ર, વધુ 4 દર્દી મળી આવ્યા બાદ આંકડો 32 પર પહોંચ્યો

મહારાષ્ટ્રમાં હાલમાં કોરોનાના 6,467 કેસ સક્રિય છે. આ સાથે રાજ્યમાં વધુ 4 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે, જેના કારણે નવા વેરીઅન્ટથી સંક્રમિતોની કુલ સંખ્યા 32 પર પહોંચી ગઈ છે.

Omicron in Maharashtra: ઓમિક્રોનનો ગઢ બની રહ્યું છે મહારાષ્ટ્ર, વધુ 4 દર્દી મળી આવ્યા બાદ આંકડો 32 પર પહોંચ્યો
file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:35 PM
Share

બુધવારે મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના 925 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે આ રોગને કારણે 10 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. હાલમાં રાજ્યમાં 6,467 કેસ સક્રિય છે. આ સાથે રાજ્યમાં વધુ 4 દર્દીઓ ઓમિક્રોન (Omicron)થી સંક્રમિત મળી આવ્યા છે, જે સંક્રમિતોની સંખ્યા 32 પર પહોંચી ગઈ છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકારે ક્રિસમસ (Christmas) અને નવા વર્ષને (New Year) લઈને આદેશ જાહેર કર્યો છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ જે રીતે વધી રહ્યો છે તે જોતાં ક્રિસમસ અને નવા વર્ષ પર કોઈ મોટી ઈવેન્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે જે ધાર્મિક સ્થળો ખુલ્લા છે, ત્યાં ગાઈડલાઈનનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ક્યાં ઓમીક્રોનના કેટલા કેસ?

મુંબઈમાં – 13 પિંપરી ચાંદીવાડમાં – 10 પુણેમાં – 2 ઉસ્માનાબાદમાં – 2 કલ્યાણ ડોમ્બિવલીમાં – 1 નાગપુરમાં – 1 લાતુરમાં – 1 વસઈ વિરારમાં – 1 બુલઢાણામાં – 1

ઓમિક્રોન કેસ બંગાળ અને તેલંગાણામાં પણ જોવા મળ્યા છે

આ સાથે બુધવારે ઓમિક્રોનના બંગાળમાં એક અને તેલંગાણામાં બે કેસની પુષ્ટિ થઈ છે. બંગાળમાં સાત વર્ષના બાળકમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. અધિકારીએ જણાવ્યું કે આ બાળક અબુ ધાબીથી હૈદરાબાદ થઈને પશ્ચિમ બંગાળ પરત ફર્યો છે. તે કોલકાતા એરપોર્ટથી માલદા તેના સંબંધીને મળવા ગયો હતો. તેને મુર્શિદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

દેશમાં ઓમિક્રોનના 67 કેસ

દેશમાં અત્યાર સુધીમાં 67 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં આવ્યો હતો. WHO અનુસાર અત્યાર સુધીમાં 77 દેશમાં તેની પુષ્ટિ થઈ છે. આ વેરિઅન્ટ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આ જ કારણ છે કે ઓમિક્રોને વિશ્વની ચિંતા વધારી છે.

આ પણ વાંચો :  Mumbai : ઓમિક્રોનના જોખમ વચ્ચે શાળાઓ ખોલવામાં ઉતાવળ તો નથી કરી ને ? BMCએ સંચાલકોને આ નિયમોનુ કડક પાલન કરવા આપ્યા આદેશ

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">